<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

કાલે રાષ્ટ્રીય કેટરીંગ-ડેઃ રાજકોટમાં સેવાકાર્યો થકી ઉજવાશે

સમાજમાંથી જે કંઇ મેળવ્યું છે તેમાંથી કંઇક પરત આપવાનો રાજકોટ કેટરીંગ સર્વિસ એસોસીએશનનો મુખ્ય ઉદ્ેશ : કેટરીંગ એસોસીએશનના ૧ર૦૦ સભ્યો દ્વારા વૃક્ષારોપણ, બાળકોને પેસ્ટ્રી આપવામાં આવશેઃ કાલે હેમુ ગઢવી હોલ ખાતે સેવાકાર્યો કરતાં ૮ વ્યકિત વિશેષ સન્માનઃ મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરીયાનું વકતવ્યઃ કેટરીંગ એસો.ના સભ્યો અકિલાના આંગણે

રાજકોટ : આવતીકાલે ર૬ સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય કેટરીંગ-ડે આ દિવસે રાજકોટમાં કેટરીંગના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ દ્વારા સેવામય રીતે ઉજવવામાં આવશે. વૃક્ષારોપણ સાથે બાળકોને પેસ્ટ્રી ખવડાવવામાં આવશે. ઉપરાંત હેમુ ગઢવી હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ૧ર૦૦ થી વધુ રાજકોટ કેટરીંગ સર્વિસ એસોસીએશનના સભ્યો દ્વારા વ્યકિત વિશેષ સન્માન સાથે મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરીયાના વકતવ્યના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દેશના ૧૮ રાજ્યોના ૫ાંચ હજારથી વધુ કેટરર્સ મિત્રોનું એક રાષ્ટ્રીય સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા કેટરર્ર્સં (FAIC)ની સ્થાપના તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ થયેલ. સમગ્ર ભારતના દરેક કેટરર્સ ભાઈઓ અને દરેક સ્થાનિક કેટરિંગ એસોસિએશન તારીખ ૨૬ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય કેટરિંગ ડે તરીકે ઉજવે છે. આ રાષ્ટ્રીય કેટરિંગ ડેની ઉજવણી કેટરર્સ ભાઇઓ સમાજને કઈંક આપવાની એક ઉદાત ભાવના સાથે ઉજવે છે. રાષ્ટ્રીય, રાજ્ય, શહેર અને વ્યકિતગત સ્તરે દરેક કેટરર્સ ભાઓ આ દિવસે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તેમજ સમાજોપયોગી કાર્ય કરી તેમજ આવા કાર્યો કરનાર કર્મવીરોને સન્માનિત કરતા હોવાનું જણાવાયું છે.

આ વર્ષે રાષ્ટ્રીય કેટરિંગ ડે ની ઉજવણી રાજ્યસ્તરની સંસ્થા ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) દ્વારા રાજકોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજકોટ કેટરિંગ સર્વિસ એસોસિએશન (RCSA)ના યજમાનપદે રાજ્યના ૧,૨૦૦ કરતાં પણ વધુ સભ્ય કેટરર્સ ભાઈઓ રાજકોટ ખાતે એકત્ર થઈ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. પર્યાવરણને અનુલક્ષીને આશરે ૧૦૦ જેટલા વૃક્ષારોપણ કરવાનું અને રાજકોટની ૧૦ જેટલી સંસ્થાઓના બે હજાર જેટલા અંધ-દિવ્યાંગ વૃદ્ધો, મનોદિવ્યાંગ, ઝુંપડપટ્ટીના તેમજ મજૂરવર્ગના બાળકોને પેસ્ટ્રી આપવામાં આવશે. તા. ર૬ના બુધવારે બપોરે ૩ વાગ્યાથી અત્રેના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે આયોજીત  સમારંભમાં કર્ણાટક રાજ્યના  પૂર્વ રાજ્યપાલ  વજુભાઈ વાળા તેમજ સરગમ કલબના સંચાલક  ગુણુભાઈ ડેલાવાળાની ઉપસ્થિતિમાં સમાજોપયોગી અને સેવાકાર્ય કરતાં રાજકોટ શહેરના વ્યકિતવિશેષ મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે AGCAના પ્રમુખ ભવાનીસિંહ પુરોહિત અને રાજકોટ કેટરિંગ સર્વિસ એસોસિએશનના પ્રમુખ  દીપકભાઈ સંઘવી, ચેરમેન કિરીટભાઈ બુદ્ધદેવ, ઉપપ્રમુખ  રાજેશભાઈ રંગાણી, સેક્રેટરી  ચંદ્રેશભાઈ મહેતા, જોઇન્ટ સેક્રેટરી  જીતુભાઈ ત્રિવેદી અને  ભાવિનભાઈ થાનકી, ટ્રેઝરર  અશ્વિનભાઈ શાહ, પ્રોજેકટ કમિટીના  મેહુલભાઈ રાડીયા, હરેશભાઈ જોષી, અજયભાઈ વોરા, દિપેશ અગ્રવાલ, ઘનશ્યામભાઈ શીંગાળા, ચેતનભાઈ પારેખ ઓલ ગુજરાત કેટરીંગ સર્વિસ એસો.ના પ્રમુખ ભવાનીભાઇ પુરોહીત અને સેક્રેટરી મનોજ પુરોહીત જહેમત ઉઠાવી રહયા છે.

(3:52 PM IST)