તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th September 2024
ઢોર ડબ્બામાં ગાયોના મોત મામલે મહિલા કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમઃ અટકાયત
મનપાના પટાંગણમાં ઢોર નિભાવ ખર્ચ પેટે રૂપિયાનો વરસાદઃ કેન્ડલ માર્ચ માટે મીણબતી વિતરણ

રાજકોટ : શહેરમાં ઢોર ડબ્બામાં રોજબરોજ ૩૦ થી ૪૦ ગાયોના મૃત્યુ થતા હોય ઘાસચારો નખાતો ના હોય પાણી ત્યારે જનરલ બોર્ડમં કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેનના પ્રશ્નના જવાબમાં ૧પ જુન થી ૧ર સપ્ટેમ્બરના ગાળામાં ૭પ૬ ગાયના મોત થયાનું ખુદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્વિકારવામાં આવ્યું હોય ત્યારે ગાય પ્રત્યે કેટલી નકલી લાગણી છે એ દર્શાવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા જીવદયા ટ્રસ્ટને સંચાલન કરવા આપ્યું છે. ગાય દિઠ પપ રૂપિયાની ભાવ ખર્ચ કોર્પોરેશન આપે છે છતા ગાયને નીણ-પુરો નાખવામાં નથી આવતો તેથી ભુખમરામાં ગાયનાં મોત થયા છે જેથી જીવદયાના જવાબદારો અને કોર્પોરેશનના અધિકારી સામે પગલા લેવા માગણી સાથે શહેર મહીલા કોંગ્રેસે મનપા પદાધિકારીઓને આવેદન પાઠવવા આવેલ પણ પદાધિકારીઓ પ્રેઝનટેશનમાં હોવાથી મળી ન શકતા કચેરીના પ્રાંગણમાં પૈસાના ઘા કરી કેન્ડલ વિતરણનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દિપ્તીબેન સોલંકી, જયાબેન ચૌહાણ, કોમલબેન ભારાઇ, મેરૂબેન કુરેશી, કંચનબેન વાળા, ચંદ્રીકાબેન વરાણીયા, કલાબેન સોરઠીયા, સરલાબેન પાટડીયા, રણજીત મુંધવા, હરેશભાઇ ભારાઇ, જયાબેન ટાંક, જશુબેન વાંક, મીનાબેન ચૌહાણ, રસીકભાઇ ભટ્ટ, સહિતના જોડાયા હતાં. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:52 PM IST)










