News of Wednesday, 25th September 2024
વોર્ડ નં. ૨ ની અલ્કાપુરી સોસાયટીની શેરીઓ પેવિંગ બ્લોકથી મઢાશે

વોર્ડ નં.૨માં આવેલ અલ્કાપુરી સોસાયટીની શેરીઓમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ,ᅠસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,ᅠશાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા,ᅠરાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગેᅠવોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા,ᅠવોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, ભાવેશભાઈ ટોયટા, ગુલાબસિંહ જાડેજા, પ્રિતેશભાઈ પોપટ, નિલેશભાઈ વ્યાસ, યોગરાજસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ઉતમભાઈ ભટ્ટી, ગીરીશભાઈ મહેતા, વિજયભાઈ સોજીત્રા, ધવલભાઈ કાચા, વિલાશગીરી ગોસ્વામી, રઘુભાઈ ચાવડા, જયરાજસિંહ જાડેજા, ગીરીશભાઈ રાઠોડ, રજનીકાંતભાઈ જોશી, દિલીપભાઈ મહેતા, જયભાઈ દવે, સમીરભાઈ વસાવડા, મીનાબા જાડેજા, દિપાબેન કાચા, અમીબેન પારેખ, પલ્લવીબેન ચૌહાણ, સ્મિતાબેન ધગત, દક્ષાબેન માનસરા, દર્શનાબેન ભટ્ટ, હેમીબેન પટેલ, લલિતાબેન પટેલ, ખ્યાતિબેન સોલંકી, પુરીબેન વ્યાસ, રસીલાબેન જોટંગીયા, લક્ષ્મીબેન પટેલ, ધર્મિષ્ઠાબા જાડેજા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(3:55 PM IST)










