<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

મંગળવારે સમસ્ત સોની સમાજ માટે વેલકમ નવરાત્રીઃ લાખેણા ઇનામો

શ્રી ગ્રુપ-રાજકોટ દ્વારા આયોજનઃ વિજેતા ખેલૈયાઓને ઇ-બાઇક, લેપટોપ, સોનાની ગીની જેવા ઇનામોથી નવાજાશે

રાજકોટ તા. રપઃ શ્રી ગ્રુપ-રાજકોટ દ્વારા વેલકમ નવરાત્રી-ર૦ર૪નું સમસ્ત સોની સમાજ માટે તા. ૦૧-૧૦ મંગળવાર, સાંજે ૬ થી ૧૧ કલાક સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ (સહીયર કલબ, ફનવર્લ્ડની બાજુમાં) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિજેતા ખેલૈયાઓને લેપટોપ, સોની ગીની જેવા ઇનામો આપવામાં આવશે.

આયોજનમાં મિલન પાટડીયા, મોનીક માંડલીયા, મોહીત રાણપરા, અમર સીમેજીયા, નૈનેષ આડેસરા, હાર્દિક રાણપરા, અજયભાઇ માંડલીયા, રીતેષભાઇ રાણપરા, ચેતનભાઇ પાટડીયા, અશોકભાઇ પાટડીયા, કૈલાશભાઇ રાજપરા, જીગરભાઇ સોની, પંકજભાઇ રાણપરા, અમીતભાઇ પાટડીયા, કશ્યપભાઇ પારેખ જહેમત ઉઠાવી રહ્યા છે.

પાસ મેળવવાનું સ્થળઃ મુખ્ય કાર્યાલય રાજમંદિરની બાજુમાં, પેલેસ રોડ, મો. ૮૦૦૦૬ ર૬ર૪૭, ક્રિષ્ના પ્રિન્ટર્સ સાકળી શેરી, સોની બજાર, મો. ૯૩૭પ૯ ૭૭૬૩૧, આડેસરા રોડીયમ દુકાન નં. સી-૬, જે.પી. ટાવર, સવજીભાઇની શેરી, સોની બજાર, પાર્થભાઇ આડેસરા-૯૮ર૪પ ૦૧રપ૧, ભારત મેડીકલ રીયલ પ્રાઇમ કોમ્પલેક્ષ, મવડી રોડ, બાપા સીતારામ ચોક, પ્રીયેશભાઇ ધાનકઃ ૮ર૬૪૬ ૬ર૯૯૦, અનામીકા જવેલર્સ દુકાન નં. ૩, એસ્ટેટ લેન્ડ કોમ્પલેક્ષ, સાધુવાસવાણી રોડ, સનસીટી સામે, મુન્નાભાઇ કાગદડા-૯૩ર૮ર ૮૮૭૭૬. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:59 PM IST)