તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th September 2024
એ હાલો... અબતક - સુરભીને સંગ ગરબે રમવા : એન્ટ્રી ગેઇટની આકર્ષક થીમ
પારિવારીક માહોલમાં સતત ૧૬માં વર્ષે આયોજન : એમ.આઇ.બાર એન્ટ્રી ગેઇટ, અવનવી લાઇટીંગ, સ્ટેજ આકર્ષણ જમાવશે : કલાકારો હેમંત જોશી, હીના હીરાણી, વિશાલ વરૂ ખેલૈયાઓને થીરકાવશે : વિજયભાઇ વાળા અને તેની ટીમ ‘અકિલા'ના આંગણે

રાજકોટ : માંના નવલા નોરતા એટલે ભારતભરમાં શકિતની ઉપાસનાનો પર્વ છે. ગુજરાતમાં તો નવરાત્રીની ઉજવણી ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક કરે છે. ગુજરાતના ગરબા માત્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વભર માં પ્રખ્યાત છે. ત્યારે રંગીલા રાજકોટમાં પણ નવરાત્રી મહોત્સવની જાજરમાન ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે. શહેરના હાર્દ સમા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં છેલ્લા ૧૬ વર્ષથી અબતક સુરભી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે.
એમ.આઈ.બાર એન્ટ્રી ગેઈટ, સાથે અવનવી લાઈટીંગ, સ્ટેજ, ગ્રાઉન્ડ સહિતની તમામ સુવિધાઓ ખેલૈયાઓને આપવામાં આવશે. ૩ ઓકટોબરથી સતત નવ દિવસ સાંજ પડતાની સાથે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે.
અબતક સુરભી રાસોત્સવનાં આયોજન અંગે વિગતો વિજયભાઈ વાળા, રવિભાઈ વાળા, વિશુભાઈ વાળા, અશ્વીનભાઈ ભુવા, જીગરભાઈ ભટ્ટ, રાજેશભાઈ રાદડીયા, હીરેનભાઈ અકબરી, પ્રતીપભાઈ ચાવડા, સમીરભાઈ સોની, મેહુલભાઈ કેશરીયા, ધાર્મિક ચોવટીયા, હર્ષ કોઠારીએ જણાવેલ કે, સતત ૧૬માં વર્ષે ખેલૈયાઓ પારિવારીક માહોલમાં ગરબા રમશે. રાજકોટમાં ઘણા બધા આયોજનો થાય છે. પરંતુ અબતક સુરભીમાં પરિવાર જેવો માહોલ જોવા મળે છે. સૌ પારીવારીક માહોલમાં ગરબા રમે છે. દર વર્ષે કાંઈ નવું જ આપવાનો પ્રયાસ કરે છે. સૌરાષ્ટ્રભાં પ્રથમ વખત લાવેલ આ વખતે જોરદાર સ્ટેજ, લાઈટીંગ, એલઈડી સ્ક્રીન સાથે આ વખતે પ્રથમ વખત ૩૨ લોકોની રીધમની ટીમ હશે.
ખેલૈયાઓને ગરબા કીંગ હેમંત જોશી, હિના હીરાણી, વિશાલ વરૂ ગરબે રમાડશે. આ વખતની ટીમ અબતક સુરભીમાં નવો કલર લાવશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિજયભાઇ વાળા, રવિરાજભાઇ વાળા, વિશુભાઇ વાળા, અશ્વિનભાઇ ભુવા, જીગરભાઇ ભટ્ટ, રાજેશભાઇ રાદડિયા, હિરેનભાઇ અકબરી, પ્રતિકભાઇ ચાવડા, સમીરભાઇ સોની, મેહુલભાઇ કેશરીયા, ધાર્મિક ચોવટીયા નજરે પડે છે.
પાસ બુકિંગ સ્થળ
ટાગોર રોડ, સિલ્વર ચેમ્બર ઓફિસ નંબર : ૧૨૪
મો. ૭૦૧૬૬ ૫૯૪૦૭ /
+૯૧ ૯૮૯૮૯ ૦૭૭૭૦
(4:01 PM IST)










