<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

હાઉસીંગ બોર્ડ રંગોલી પાર્ક ખાતે યોજાયેલી ભાગવત સપ્તાહની પુર્ણાહુતીઃ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગની ભવ્‍ય ઉજવણી

રંગોલી પાર્કના ભાઇ-બહેનો અને ગોપી મંડળના સાથ સહકારથી ભાગવત સપ્તાહનું સમાપન

રાજકોટ, તા., રપઃ રાજકોટના ૧પ૦ ફુટ નવા રીંગ રોડ કટારીયા સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના રંગોલી પાર્ક ખાતે આવેલ. કમલેશ્વર મહાદેવ મંદીરના સાનિધ્‍યમાં યોજાયેલ ભાગવત સપ્તાહની આજે સાંજે રંગે ચંગે પુર્ણાહુતી થશે.

દરમ્‍યાન ગઇકાલે સાંજે પાંચ વાગે કથામાં રૂક્ષ્મણી વિવાહના પ્રસંગની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમા સમગ્ર રંગોલી પાર્કના બહેનો-ગોપીમંડળ ઉપર એક વીંગના બહેનો દ્વારા બિલ્‍ડીંગને ફુલહાર તોરણે વધાવી રંગોળી બનાવી એફ.વીંગમાં રહેતા અંજુબેન અને પ્રફુલભાઇ વારોતરીયાના ઘરેથી કૃષ્‍ણ ભગવાનની જાન નિકળી હતી. રૂક્ષ્મણી વિવાહ સંપન્ન થયા બાદ ભગવાન શ્રીકૃષ્‍ણ અને રૂક્ષ્મણી બંન્નેનું અંજુબેન અને પ્રફુલભાઇના ઘરે ફરીથી જાન આવેલ અને બંનેનુ઼ સ્‍વાગત કરાયું હતું.

ગઇ તા. ૧૯-૯-ર૪થી ભાગવત સપ્તાહ યોજાઇ હતી. કથા દરમ્‍યાન રોજેરોજ પ્રસંગોપાત ઉજવણી કરવામાં આવી હતી. આ કથાનું બાલકૃષ્‍ણ હવેલીના મુખ્‍યાજી પ.પૂ. શ્રી દિલીપકૃષ્‍ણ ઠાકુરજી મહારાજ દ્વારા રસપાન કરાવેલ હતું.

કથાના મુખ્‍ય યજમાનપદે રાયધનભાઇ કુંભરવાડીયાએ સમગ્ર કથાનું આયોજન કર્યુ હતું.આ કથાને સફળ બનાવવા રાધનભાઇના પરીવાર અંજુબેન વારોતરીયાના પરિવાર ઉપરાંત સમગ્ર રંગોલી પાર્કના બહેનો અને ગોપી મંડળના સાથ સહકારથી ભાગવત સપ્તાહના આયોજનને સફળ બનાવેલ. આજે સાંજે કથાના વિરામ સાથે કથાની પુર્ણાહુતી થશે. કમલેશ્વર મહાદેવ મંદીરના સાનિધ્‍યમાં યોજાયેલ આ ભાગવત સપ્તાહનો રંગોલી પાર્ક હાઉસીંગ બોર્ડ કોલોનીના ભાઇ-બહેનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇને કથાનું રસપાન કર્યુ હતું.

(4:11 PM IST)