News of Wednesday, 25th September 2024
ARC પ્રોજેકટ માટે પસંદ થયેલ રાજકોટ દેશમાં અનોખુ સ્થાન ધરાવે છે
એશિયા રેસિલિયન્ટ સીટીસ પ્રોજેકટના પ્રતિનિધિઓ અને મેયર સહિતના પદાધિકારીઓની મીટીંગ યોજાઇઃ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા

રાજકોટ તા. ૨૫ : મહાનગરપાલિકા USAID દ્વારા સહયોગિતા એશિયા રેસિલિયન્ટ સીટીસ પ્રોજેકટની મલ્ટી સેકટોરલ મીટીંગ યોજાઇ હતી. જેમાં પરિવર્તનશીલ પ્રોજેકટનો હેતુ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.
આ મીટીંગમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને એશિયા રેસિલિયન્ટ સીટીસ પ્રોજેક્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
એશિયા રેસિલિયન્ટ સીટીસ (ARC) પ્રોજેક્ટ યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા સહયોગિત હેઠળ ચલાવવામાં આવતા પાંચ વર્ષના સમયગાળાનો એક મહત્વકાંક્ષી પ્રયાસ છે, જે મહાનગરપાલિકા સાથે સહકારમાં કાર્યરત છે. આ પરિવર્તનશીલ પ્રોજેક્ટનો હેતુ સસ્ટેનેબલ શહેરી ઢાંચા અને સેવાઓમાં સુધારો કરવો, જળવાયુ સહકારને વધારવો અને રાજકોટના નિવાસીઓ માટે જીવનમાં સુધારો લાવવાનો છે. ARC પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલ રાજકોટ એકમાત્ર ભારતીય શહેર તરીકે અનોખું સ્થાન ધરાવે છે, જે શહેરને વધુ રેઝીલીયન્ટ અને પર્યાવરણીય રીતે મૈત્રી પૂર્ણ બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે આગળ વધે છે.
આજની મલ્ટી સેક્ટોરલ મીટિંગમાં એશિયા રેસિલિયન્ટ સીટીસ પ્રોજેક્ટના પ્રતિનિધિશ્રીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ - અધિકારીઓ દ્વારા એશિયા રેસિલિયન્ટ સીટીસ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવતી કામગીરી અને આગામી ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ARC પ્રોજેક્ટ તેના વિશે વધુ માહિતી માટે https://www.jsi.com/project/asia-resilient-cities/ પર સંપર્ક અને વિસ્તૃત વિગતો મળી રહેશે.
(4:17 PM IST)










