News of Wednesday, 25th September 2024
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવઃ સાતમાં વર્ષે પારિવારીક માહોલમાં આયોજન
થ્રી લેયર સિકયુરીટી કવચ, દરરોજ વિજેતાઓને ઇનામો સાથે ફાઇનલમાં બાઇક, સ્કૂટર, ગોલ્ડ જવેલરી, ઇલેકટ્રીક આઇટમોની વણઝારઃ જૈન વાનગીઓનો રસથાળ, નિઃશુલ્ક પાર્કિંગ વ્યવસ્થાઃ એમ્બ્યુલન્સ સાથે તબીબોની ટીમ સેવા આપશે

રાજકોટ તા. રપઃ માત્ર જૈનો માટે યોજાતા એકમાત્ર નવરાત્રી મહોત્સવનો શ્રેય જૈનમ પરિવારને ફાળે જાય છે અને તેમાય સળંગ સાતમા વર્ષે યોજાવા જઈ રહેલા જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૪માં આ વર્ષે દર વર્ષની માફક કોઈ નોખું કંઈક અનોખું, વિશેષ થી સવિશેષ, સુપર થી પણ ઉપર એવું ઉત્કળષ્ટ આયોજન થવા જઈ રહયું છે. એક લાખ વોટની હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ્સ પ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટનાં નેતળત્વમાં એમની સાંજીદાઓની ટીમ, એક થી એક ચડીયાતા ગીતોનાં સથવારે ખેલૈયાઓને રમવા મજબુર કરી દે એવા ગાયક કલાકારો, અદ્યતન લાઈટીંગ એરેંજમેન્ટ, ત્રણ લાખ સ્કે.ફુટનું વિશાળ ગ્રાઉન્ડ, ખેલૈયાઓ માટે કારપેટીંગ થી સજ્જ પ્લે ગ્રાઉન્ડનાં સુથવારે આ વર્ષે જૈનમમાં પણ નવરાત્રીનું ધૂમ મચવાની છે.
પારિવારીક માહોલ વચ્ચે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા કે જ્યાં સમાજની બહેન દિકરીઓ નિર્ભિક પણે મન મુકીને રમી શકે તેવી આગવી છાપ ધરાવતા જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ ગયા વર્ષ કરતા પણ વિશેષ આયોજન થવા જઈ રહયું છે. ૧૮૦ થી પણ વધુ કાર્યકર્તાઓની ફૌજ વિવિધ કમીટીઓ બનાવીને રાસોત્સવનાં આયોજનને આખરી ઓપ આપી ચુકી છે સિઝન પાસ માટે ઘસારા વચ્ચે આ રાસોત્સવને ખેલૈયાઓ અને દર્શકો પણ મુકીને માણશે. વિશાળ ગ્રાઉન્ડમાં ફ્રી પાર્કિંગની વ્યવસ્થા સાથે થ્રિ લેયર સિકયુરીટીની વ્યવસ્થા કરવામાં આવી છે, નાઈટ વિઝન સીસીટીવી કેમેરા, ખાનગી સિકયુરીટી, બાઉન્સરોની વિશેષ સુરક્ષા ટુકડી તથા જૈનમનાં કમીટી મેમ્બરની બનેલી સ્પે.ટાસ્ક ફોર્સ ખેલૈયાઓને નિર્ભિક પણે રમી શકાય તેવું સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરશે.
હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ્સ, બહેતરીન લાઈટીંગ વ્યવસ્થા થી ઝળહળતુ કારપેટથી સજ્જ ગ્રાઉન્ડ, સાથે વિશ્વ વિખ્યાત સંગીતકાર પંકજભાઈ ભટ્ટનાં સાંજીંદાઓની ટીમ કે જે વિવિધ વાદ્ય ઉપર સંગીતની મહેફીલ માંડશે. ગાયક કલાકારો દ્વારા સંગીતનાં સથવારે પ્રાચિન-અર્વાચિન, હિન્દી-ગુજરાતી, ભાતીગણ ગીતો, હાલરડા, દુહા છંદનાં વિશેષ સમન્વય દ્વારા ખેલૈયાઓને જોમ ચડે તેવું ઉત્સાહસભર ગીત-સંગીત પ્રસ્તુત કરશે. આ વર્ષે ગાયક કલાકારોમાં દેશ- વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલા ગાયક કલાકારો સિંગર અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબઈ), ફયુઝન સિંગર પ્રદિપ ઠક્કર (રાજકોટ), પિન્કી પટેલ (અમદાવાદ), ફયુઝન સીંગર નમ્રતા ગોસલીયા (રાજકોટ)નાં કંઠે આ વર્ષે પણ ખેલૈયાઓ સંગીતનાં તાલે ડોલવા મજબુર બનશે.
આ ઉપરાંત યુવાનોને પસંદ પડે તેવા ઈલેકટ્રીક ફાઈન ડી.જે. સથવારે યુવાધન ઝુમી ઉઠશે. દેશ ભકિત સભર ગીતોનાં સથવારે વાતાવરણ દેશભકિતમય બનાવતા ખેલૈયાઓ તિરંગા સાથે ઝુમી ઉઠશે.
નવરાત્રીનાં નવેય દિવસ વિવિધતા મળે તે માટે ખેલૈયાઓમા કલર થીમ કે જેમા ખેલૈયાઓ રોજેરોજ વિવિધ કલરનાં વષાો પહેરીને માહોલને રંગીન બનાવશે. આ ઉપરાંત ગ્રુપ ડ્રેસ કોડ, કેડીયા થીમ, દાંડીયા થીમ, કુર્તા થીમ, દુપટ્ટા થીમ, સાફા-પાઘડી-ચુડી-બીંદી જેવી વિવિધ થીમો, નિયોન થીમ, તિરંગા થીમ, દેશભકિત રજુ કરતા પોષાકવાળી થીમ, ગામઠી થીમ, ટોપી, સન ગ્લાસીસ, હેર સ્ટાઈલ, કેન્ડલ, ટોર્ચ, બલુન જેવી થીમ, રીટ્રો લુક જેવી અવનવી થીમ વચ્ચે રોજેરોજ કરાવવામાં આવશે. નવેય દિવસનાં ડેઈલીનાં પ્લેયરમાં સીનીયર અને જુનીયર કેટેગરીમાં બેસ્ટ પ્રીન્સ-પ્રીન્સેસ તેમજ વેલડ્રેસ પ્રીન્સેસનાં વિજેતા ખેલૈયાઓને અવનવા ઈનામો થી નવાઝવામાં આવશે. નવેય દિવસનાં વિજેતાઓને ખેલૈયાઓ વચ્ચે દશેરાનાં દિવસે ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને બાઈક, સ્કુટર, સોનાનાં દાગીના, સાઇકલ, ટીવી, ફ્રીજ, વોશીંગ મશીન, એસી, જયુસર, મીક્ષર, ઓવન સહીતનાં લાખેણા ઈનામોની વણજારથી પ્રોત્સહીત કરવામાં આવશે.
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે. તમામ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક ર્પાકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ખાતે આવેલ ફુડ કોર્ટમાં રોજે રોજ અવનવી રસપ્રચુર પ્યોર જૈન વાનગીઓ પિરસવામાં આવશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
તસ્વીરમાં સેજલ કોઠારી, અશોક વોરા, શૈલેષ, વૈભવ સંઘવી, રજત સંઘવી, ઉદય ગાંધી, વંદીત દામાણી, મીહિર શેઠ નજરે પડે છે.
(4:17 PM IST)










