<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

કોચીંગ કલાસીસ એસોસીએશનના પ્રમુખપદે પ્રતિક મકવાણાઃ ઉપપ્રમુખપદે વિશાલ જોશી

કોચીંગ કલાસીસની સમાજમાં ઉપયોગીતા પડતર પ્રશ્‍નો સહિતના મુદ્‌ઓની ચર્ચા

રાજકોટઃ કોચિંગ  કલાસીસ એસોસીએશન (સીસીએ)ે ની ઉપસ્‍થિતિમાં ચર્ચા વિચારણા સાથે વિવિધ નિર્ણયો લેવામાં આવ્‍યા હતા.કોચિંગ કલાસીસની સમાજમાં ઉપયોગીતા, પડતર પ્રશ્નો ભવિષ્‍યના આયોજનો, જેવા અનેક મુદ્‌ાઓની ચર્ચા કરવામાં આવી હતી. એસોસિયેશનની કોર કમિટિમાં લોકશાહી ઢબે વિવિધ હોદાઓની વરણી કરવામાં આવી હતી. જેમા પ્રમુખ પદે પ્રતિકભાઇ મકવાણા, ઉપપ્રમુખ તરીકે વિશાલભાઇ જોશી, દીપકભાઇ ટાંક તથા ડેનિશભાઇ, જનરલ સેક્રેટરી તરીકે અમિતભાઇ વખારિયા અને આશિષભાઇ ખુંટ, માર્ગદર્શક તરીકે વિજયભાઇ જોબનપુત્રા, મહિલા સમિતિના અધ્‍યક્ષ તરીકે હેતલબેન સોની તથા અન્‍ય કોર કમિટીના સભ્‍યોની વરણી કરવામાં આવી હતી. શહેરના તમામ પ્રકારના કોચિંગ વ્‍યવસાયિઓની કોચિંગ કલાસીસ એસોસિએશન સીસીએમાં જોડાવા માટે તથા વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે. મો. ૭૫૭૫૦ ૫૧૧૦૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:18 PM IST)