News of Friday, 27th September 2024
રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળીઃ પાંચ પાલિકાની ચુંટણીની રણનીતિની ચર્ચા

ઉપલેટા તા.૨૭: રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયાના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભુપેન્દ્ર મારવીજીના હાજરીમાં બોલાવવામાં આવેલ હતી.
આ પ્રસંગે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો તમામ તાલુકાના શહેરના પ્રમુખો પ્રમુખો જુદા જુદા સંગઠનના પ્રમુખો અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શહેનાજ બેન બાબી તથા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ભાજપથી લોકો ત્રાસી ગયા છે અને એમનો લાભ લઇ આપણે આપણું સંગઠન મજબૂત બનાવી આવનારી પાંચ નગરપાલિકાઓમાં આપણે સંગઠિત થઈ અને નગરપાલિકાઓ કબજે કરવાની છે આ અંગે કાર્યકરો અને આગેવાનોને આજથી કામે લાગી જવા હાકલ કરી હતી ત્યારબાદ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રભારી ભીખુભાઈ વારોતરીયા એ કાર્યકરોને બુથ લેવલની તૈયારી કરી અને ભાજપ પ્રત્યે લોકોમાં ફેલાયેલા અસંતોષનો વધારેમાં વધારે ઉપયોગ કરી તેમને પછડાટ આપવા જણાવેલ હતું
આ પ્રસંગે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલીતભાઈ વસોયાએ જણાવેલ હતું કે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ જેતપુર ધોરાજી ઉપલેટા ભાયાવદરઅને જસદણ નગરપાલિકાની ચૂંટણી નવેમ્બર ડિસેમ્બરમાં આવનારી છે ત્યારે તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોએ એક્ટિવ મોડ માં આવીબુથ મેનેજમેન્ટ કરી વધારેમાં વધારે મતદાન થાય અને તે કોંગ્રેસ તરફે થાય એવા પ્રયત્નો કરવા જણાવેલ હતું તેમને રાજકોટ જિલ્લાની પાંચે પાંચ નગરપાલિકાઓ કોંગ્રેસ કબજે કરશે એવી આશા વ્યક્ત કરી આગેવાનોને કાર્યકરોને આ માટેનું પ્લાનિંગ કરવા અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અને જિલ્લા કોંગ્રેસની મદદ લેવા આગેવાનો અને કાર્યકરોને અપીલ કરેલી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર જોનના પ્રભારી ભુપેન્દ્ર મારવીજીએ જણાવેલ હતું કે સંગઠન એક મહત્વની બાબત છે સંગઠનથી જ ચૂંટણીઓ જીતી શકાય છે જેટલું સંગઠન મજબૂત હશે એટલી આપણી જીત ચોક્કસ છે સંગઠનને મજબૂત બનાવો સંગઠનમાં જ્યાં જ્યાં ખામીઓ છે તે દૂર કરો અને આવનારી પાંચે પાંચ નગરપાલિકા રાજકોટ જિલ્લાની છે તે તમામ આપણે કબજે કરીએ એવી શુભેચ્છા તેઓએ આગેવાનોને કાર્યકરોને પાઠવી હતી.
આ પ્રસંગે ડીપી મકવાણા પ્રદેશમાં મંત્રી સુરેશભાઈ બથવાર ભુપતભાઈ કનેરિયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈ કપુરીયા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખો ભુપતભાઇ કનેરીયા ચતુરસીહ જાડેજા વીપુલભાઈ બાવળીયા સુરેશભાઈ ગીડા નીસીતભાઈ ખુટ સુરુભા જાડેજા ગોપાલભાઈ જેતપુર દીલુભા જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખો ડી.સી. વોરા ધીરૂભાઈ ભાયાણી ગોવિંદભાઈ એડવોકેટ કળષ્ણકાંત ચોટાઈ ઉપલેટા તથા રાજકોટ જિલ્લાના આગેવાનો મનસુખ સાકરીયા, પ્રવીણભાઈ ચૌહાણ, મહેન્દ્રસિંહ જાડેજા, પરસોત્તમભાઈ લુણાગરિયા, ધનુભા જાડેજા, ભરત તળપદા, અરવિંદભાઈ વીછીયા, પ્રવીણભાઈગાબુ, માધાભાઇ વેગડ, દીનેશભાઈ પાતર, લલિતભાઈ પટોડીયા, મનીષાબા વાળા, પીનલબેન સાવલીયા, વીનુભાઈ મેણીયા, હીતેશભાઈ વોરા, સાણથલી કેતનભાઇ તાળા, કૌશિક પાંભર, સુરેશભાઈ છાયાણી તથા જીલ્લાના તમામ કાર્યકર હાજર રહેલ હતા.
(12:04 PM IST)










