તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
સુધરે ઇ સંજય નહિ...૧૦ ચોપડી ભણેલો પ્રોૈઢ ચોથી વાર નકલી ડોક્ટર બનતાં ઝપટે ચડયો
આજીડેમ ચોકડી માંડા ડુંગર નજીક શ્રીરામ પાર્કમાં સંજીવની ક્લીનીક ખોલીસને બેસી ગયો હતોઃ કમ્પાઉન્ડરનો અનુભવ પણ હતોઃ : ૪૫૨૭૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી : શહેર એસઓજીનો સતત સપાટોઃ વધુ એક નકલી ડોક્ટરને દબોચ્યો : હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, કોન્સ. અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૨૭: શહેરમાં અવાર-નવાર નકલી ડોક્ટરો દવાખાન ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પોતાના ખિસ્સા ભરવા બેસી જતાં હોય છે. બે દિવસ પહેલા શહેર એસઓજીએ કુવાડવામાંથી નકલી ડોક્ટર પક્ડયા બાદ વધુ એક નકલી ડોક્ટરને આજીડેમ ચોકડી શ્રીરામ પાર્કમાં સંજીવની નામના ક્લીનીકમાંથી દબોચ્યો છે. આ પ્રોૈઢને સુધરવુ જ ન હોય તેમ સતત ચોથીવાર નકલી ડોક્ટર બનીને દવાખાનુ ખોલતાં દબોચાઇ ગયો છે. તે માત્રસ દસ ચોપડી ભણેલો છે, અગાઉ કમ્પાઉન્ડરનો અનુભવ લીધો હોઇ તેના આધારે ડોક્ટર બની જતો હતો!
જાણવા મળ્યા મુજબ શેહર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, કોન્સ. અનોપસિંહ ઝાલા અને યોગરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે આજીડે ચોકડી શ્રીરામ પાર્ક મેઇન રોડ પર બાપા સિતારામ ડેરી સામે સંજીવની ક્લીનીકમાં નકલી ડોક્ટર દવાખાનુ ચલાવે છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં અંદર એક વૃધ્ધ સ્ટેથોસ્કોપ સાથે જોવા મળ્યો હતો. પુછતાછ કરતાં પોતાનું નામ સંજય રસિકભાઇ સોમપુરા (ઉ.વ.૫૯-રહે. શ્રીરામ પાર્ક-૧, સુભાશીની) જણાવ્યું હતું. તેની પાસે મેડીકલ પ્રેકટીસની ડીગ્રી, સર્ટીફિકેટ માંગતા કંઇ જ ન હોવાનું કેહતાં આ અંગે આજીડેમ પોલીસમાં ગુનો દાખલ કરાવી તેની ધરપકડ કરી હતી.
એસઓજીની ટીમે દવાખાનામાંથી દવાઓ, ઇન્જેક્શન, બાટલા, રોકડા રૂપિયા સાતસો મળી રૂા. ૪૫૨૭૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તપાસ કરતાં સંજય સોમપુરા અગાઉ ત્રણ વખત નકલી દવાખાનુ ચલાવતાં પકડાઇ ગયાનું ખુલ્યું હતું. તેના વિરૂધ્ધ ૨૦૧૮, ૨૦૨૦ અને ૨૦૨૧માં નકલી ડોક્ટર અંગે આજીડેમમાં ગુના દાખલ થયા હતાં. હવે ચોથી વખત તે ઝડપાઇ ગયો છે. તે દસ ચોપડી ભણેલો છે. અગાઉ કમ્પાઉન્ડ તરીકે નોકરી કરી હોઇ તેના આધારે ડોક્ટર બની જતો હતો. પચાસથી માંડી દોઢસો બસ્સો સુધી ફી વસુલતો હતો અને જરૂર પડયે દર્દીઓને બાટલા પણ ચડાવી દીધો હતો. પોલીસે આ વખતે તેને કડક ભાષામાં સમજ આપી હતી.
નવી ટીમો નવા જુસ્સા સાથે સક્રિયઃ પીઆઇ સંજય સિંહ એમ. જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણી, પીએઅસાઇ આર. જે. કામળીયાની રાહબરીમાં સફળતા
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની નવી ટીમો નવા જુસ્સા સાથે સક્રિય થઇ છે. પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ આર. જે. કામલીયા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, અજયભાઇ ચોૈહાણ, અરૂણભાઇ બાંભણીયા, મુકેશભાઇ ડાંગર, અમીતભાઇ ટુંડીયા, ડ્રા. એએસઆઇ કૃષ્ણસિંહ જાડેજા, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ અમરેલીયા, હરદેવસિંહ જાડેજા, કોન્સ. કિશોરભાઇ ઘુઘલ, દિપકભાઇ, દિવ્યરાજસિંહ ઝાલા, અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ અને રવિરાજભાઇ ધગલે આ બંને કામગીરીઓ કરી હતી.
(12:18 PM IST)










