News of Friday, 27th September 2024
શહેરમાં ગઇકાલે રાત્રીના તોફાની પવન સાથે અડધો ઇંચ
વિજળીના કડાકા ભડાકાથી લોકોમાં ગભરાટ : ર૪ કલાકમાં એક ઇંચથી દોઢ ઇંચ પાણી પડયુઃ અનેક જગ્યાએ ઝાડ પડવાની અને પાણી ભરાયાની ફરીયાદોનો ધોધ

રાજકોટ તા. ર૭ : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાયકલોનીક સર્કયુલેશનની અસર હેઠળ છેલ્લા બે દિવસથી ભારે તેમજ સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
દરમ્યાન સાયકલોનીક સર્કયુલેશનની અસર હેઠળ રાજકોટ શહેરમાં ગઇકાલે મોડી રાત્રે અચાનક જ ભયંકર ગાજવીજ અને કડાકા ભડાકા તેમજ તોફાની પવન વચ્ચે વરસાદ ખાબકતા ર૪ કલાકમાં એક ઇંચથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. સાથે વરસાદ પૂર્વે જોરદાર પવન ફુંકાયા હતાં. શહેરના વિવિધ વિસ્તારમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની અને પાણી ભરાવાની ફરીયાદ નોંધાય હતી. તા. ર૬ ના ગુરૂવારના રાત્રીના બે વાગ્યા આસપાસ શહેરમાં અચાનક જ હવામાન પલ્ટો થયો હતો. આખો દિવસ સૂર્ય પ્રકાશીત હવામાન રહ્યા બાદ મોડી રાત્રે ભયંકર કડાકા-ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયો હતો. અને બે થી ત્રણ કલાક દરમ્યાન ૧ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ત્યારબાદ આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. રાત્રીના ૮ વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. પવન એકદમ શરૂ સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. અડધો ઇંચ વરસી ગયો હતો. ગઇકાલે સવારથી આજ સવાર સુધીમાં ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોનમાં ૩૪ મી. મી. વેસ્ટ ઝોનમાં ર૮ મી. મી. તેમજ ઇસ્ટ ઝોનમાં ૩પ મી. મી. વરસાદ નોંધાયો હતો. દરમ્યાન આજે પણ સવારથી જ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. અને હળવા ઝાપટા વરસતા રહ્યા હતા. આવુ જ વાતાવરણ બપોરે પણ યથાવત રહ્યું હતું.
કયાં ઝોનમાં કેટલો વરસાદ
રાજકોટ : ગઇકાલ સવારના આઠ વાગ્યાથી આજે સવારના આઠ વાગ્યા સુધીમાં કયાં ઝોનમાં કેટલો વરસાદ પડયો અને સીઝનનો કુલ વરસાદની માહિતી આ મુજબ છે.

(3:58 PM IST)










