<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

BSNLનું રાજકોટમાં અનેક વિસ્‍તારોમાં નબળુ કવરેજઃ ગ્રાહકોને અનેક સમસ્‍યાઓઃ તંત્ર કંઇક કરે

અન્‍ય ખાનગી કંપનીઓ સામે BSNL પ્‍લાન સસ્‍તા છેઃ પરંતુ કવરેજના વાંકને લોકો અચકાઇ રહ્યા છે

રાજકોટ તા. ર૭ :.. આજનાં હરીફાઇનાં યુગમાં ટેલીકોમ ક્ષેત્રે બીએસએનએલ.નું ઘણું પાછળ છે. બીએસએનએલ.નું કવરેજ અનેક વિસ્‍તારોમાં આવતુ નથી. તેથી બીએસએનએલ. ઉદભોકતાઓને ઘણી જ સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જીવરાજપાર્ક, લક્ષ્મણ ટાઉનશીપ, આર્યલેન્‍ડ રેસી. વગેરે વિસ્‍તારોમાં બીએસએનએલ.નાં ટાવર ન હોવાથી આ વિસ્‍તારનાં લોકો ઘણી જ મુશ્‍કેલી અનુભવી રહ્યા છે, તેમ જાણીતા ટેલીકોમ ગ્રાહક આશિષ વિઠલાણીએ એક નિવેદનમાં ઉમેર્યું છે.

એક તરફ બીજી અન્‍ય કંપનીઓએ તેમનાં રીચાર્જ પ્‍લાનમાં વધારો કરી દીધો છે. તેમની સરખામણીએ બીએસએનએલ. રીચાર્જ પ્‍લાન ખુબ સસ્‍તા છે. તેથી સામાન્‍ય વર્ગ ને બીએસએનએલ.નો ખૂબ જ ક્રેઝ છે. પરંતુ કવરેજમાં ઇસ્‍યુનાં કારણે લોકો બીએસએનએલ. કનેકશન લેતા અચકાય છે.

બીએસએનએલ.નાં સત્તાધીશો આ અંગે યોગ્‍ય કરી બીએસએનએલ.ની જે સામાન્‍ય વર્ગમાં છાપ છે. તેને સુધારવી જોઇએ.

 

(3:16 PM IST)