<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

રાજકોટના રાવકી ગામને પીજીવીસીએલ દ્વારા પેટા ડિવિઝન મંજુરી, ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ અને મુખ્‍યમંત્રીનો આભારઃ ભાનુબેન બાબરીયા

રાજકોટ તા. ર૭: પી.જી.વી.સી.એલ. ના ગ્રામ્‍ય વિભાગીય કચેરી હેઠળ પારડી પેટા વિભાગ કચેરી હાલમાં કાર્યરત છે. જેમાં રાજકોટની નજીકના ૧૪ ગામો આવેલ છે. હાલ આ પેટા વિભાગ કચેરી માં ઓદ્યોગિક વિકાસ ઝડપથી વધી રહ્યો છે તેમજ આ પેટા વિભાગ કચેરી ૧૫ વર્ષ પહેલા સબસ્‍ટેશનથી અલગ કરેલ હોઈ, જેમાં સ્‍ટાફની ઘટ પણ હોવાથી કામગીરી પણ ઝડપથી થઈ શકતી નથી તેમજ રેસીડેન્‍સીયલ અને ઓદ્યોગિક ગ્રાહકોનો ખૂબ જ વધારો થયેલ હોવાથી વિભાજન કરવું આવશ્‍યક હતું આથી રાજકોટ જિલ્લાના પારડી ડિવિઝનને ઔદ્યોગિક હેતુસર અલગ પેટા ડિવિઝન તરિકે વિભાજીત કરવા ે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાને જનપ્રતિનીધીઓ તેમજ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિયેશનની રજૂઆત અન્‍વયે ગુજરાત રાજયના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાવકી પેટા ડિવિઝનને મંજુરી આપી છે.

આ મંજુરી મળતા જ રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારના ઓદ્યોગિક એકમોની સુવિધાઓમાં વધારો થશે. આ વિસ્‍તારમાં આવેલ રાવકી, માથાવડ, ચાંભા અને તરવાડા ગામોમાં ઓદ્યોગિક વિકાસને કારણે વેગ મળશે.

રાવકી પેટા ડિવિઝનની મંજુરી મળતા શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સમગ્ર પ્રજાજનો વતી ઉર્જામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ અને માન.મુખ્‍યમંત્રીશ્રીનો આભાર વ્‍યકત કરાયાનું યાદીમાં જણાવાયું છે.

(3:35 PM IST)