News of Friday, 27th September 2024
સરગમ લેડીઝ ક્લબના ગોપી રાસોત્સવને આખરી ઓપ
ડીએચ કોલેજના મેદાનમાં ભવ્ય આયોજનઃ પારિવારિક માહોલમાં ઉજવાશે મા જગદંબાનું પર્વઃ ગુણવંતભાઇ ડેલાવાળાનું માર્ગદર્શનઃ ટીમ સરગમનું સુંદર આયોજન

રાજકોટઃ સરગમ લેડીઝ ક્લબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ. કોલેજ ના વિશાળ મેદાનમાં રાસોત્સવ રમાશે. મોટી સંખ્યામાં બહેનો દસેય દિવસ માતાજીની આરાધના કરશે. ગોપી રાસોત્સવમાં સરગમ લેડીઝ ક્લબના સભ્ય ન હોય તેવા બહેનો પણ ભાગ લઈ શકે છે. તેમ સરગમની યાદી જણાવે છે.
રોજે રોજ વિશિષ્ટ મહેમાનોના હસ્તે જુદા જુદા આકર્ષક ઈનામો આપવામાં આવશે. ગુણવંતભાઈ ડેલાવાળા નાં જણાવ્યા અનુસાર, આ રાસોત્સવને પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મળી રહ્યું છે.
આ રાસોત્સવ માટે અનેક દાતાઓનો સહયોગ મળ્યો છે. જેમાં મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, ગિરધરભાઈ દોંગા, રાકેશભાઈ પોપટ, નીરજભાઈ આર્ય, કિરીટભાઈ આદ્રોજા, અનંતભાઈ ઉનડકટ, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઈ નંદવાણા, બીપીનભાઈ હદવાણી, પ્રભુદાસભાઈ પારેખ, રાજદીપસિંહ જાડેજા, અશોકભાઈ વૈષ્ણાની, નિખીલભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, શ્યામભાઈ શાહ, જીતુભાઈ બેનાણી, પ્રફુલભાઈ હદવાણી, હેતલભાઈ રાજગુરુ, હરેશભાઈ લાખાણી, શૈલેશભાઈ માંકડિયા, યોગેશભાઈ પુજારા, રાજનભાઈ વડાલીયા, મનીષભાઈ માદેકા, એમ.જે.સોલંકી અને રવિભાઈ રાત્રોજાનો સંપૂર્ણ સહયોગનો સમાવેશ થાય છે.
સહયોગી દાતા સેન્ડી હોમ એપ્લાયાન્સીઝ્ના હરીસીંગ સુચરિયા, શ્રીનાથજી સ્કોડા શો રૂમનાં શૈલેશભાઈ પાબારી, શિલ્પા લાઈફ સ્ટાઈલનાં પ્રભુદાસભાઈ પારેખ, પુજારા ટેલીકોમનાં યોગેશભાઈ પુજારા, રાગા સ્વરા લક્ઝરી આયુર્વેદિક રિસોર્ટનાં ડેનીશભાઈ પટેલ, રાજમોતી ઓઈલ મિલના શ્યામભાઈ શાહ, મારવાડી યુનિવર્સીટીનાં જીતુભાઈ ચંદારાણા. ડેકોરા ગ્રુપનાં નિખીલભાઈ પટેલ, એસ.કે.દુલ્હાનાં રવિભાઈ રાત્રોજા, યુરાટોમ સોલારનાં ભાવેશભાઈ ઢોલરીયા, રેનેવિક સોલારનાં સાકેતભાઈ આર્ય અને મોન્સ્ટેરા ધ કાફેનાં પાયલબેન પટેલ છે.
લેડીઝ કલબની રાસે રમતી વિજેતા બહેનોને રોજ ૨૫ ઇનામો આપવામાં આવનાર છે. આ ઇનામો રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત બાન લેબના મૌલેશભાઈ ઉકાણીᅠ તરફથી મુખ્ય કીટ, એન્જલ પંપનાં કિરીટભાઈ આદ્રોજા તરફથી કીટ, ચોકોડેનનાં સુધીરભાઈ પંડ્યા દ્વારા ગીફટ વાઉચર, ઓપ્શન શો રૂમનાં શીલાબેન ચાંદ્રાણી તરફથી ગીફટ, ગીરીકન્દ્રા ફૂડસનાં રાકેશભાઈ દેસાઈ તરફથી કીટ, ગોપાલ નમકીનવાળા બીપીનભાઈ હદવાણી તરફથી ગીફટ, એટ્રેકશન હેર એકેડમીના ભરતભાઈ ગાલોરીયા તરફથી વાઉચર અને આઈ મેટ્રિક ઓપ્ટીકલના ડો. માધવભાઈ શેઠ તરફથી ચશ્માની ગીફટ આપવામાં આવશે.ᅠ
આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, કાશ્મીરાબેન નથવાણી, ડો. માલાબેન કુંડલીયા, ભાવનાબેન બગડાઈ અને માયાબેન પટેલ સેવા આપશે.
આ ઉપરાંત મેલોડી કલર્સનાં મન્સુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રાᅠ અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પ્રસ્તુત કરશે. ખ્યાતનામ ગાયકો હેમંતભાઈ પંડ્યા, પ્રિયાબેન જોશી, નીલેશભાઈ પંડ્યા અને ડો. પ્રીતીબેન ભટ્ટ સેવા આપશે. એનાઉન્સર તરીકે દિનેશભાઈ બાલાસરા છે.
મંડપ ડેકોરેશન પરમાર કિશોર મંડપ સર્વિસવાળા મધુભાઈ પરમારનો સહયોગ મળ્યો છે. જયારે કેન્ટીન માટે પ્રિન્સ ફૂડ ઝોનનાં અમિતભાઈ ચૌહાણ કેટરીંગ આશાપુરા કેટ્ર્સ ભાવીનભાઈ થાનકી, અને લાઈટીંગ મહેતા ડેકોરેટરસ પરાગભાઈ મહેતાનો સહયોગ મળ્યો છે. માઈક વ્યવસ્થા અંબિકા સાઉન્ડ અને ડી.જે. (હિમાંશુભાઈ ચાવડા) ની છે.
આ ગ્રાઉન્ડમાં ૫૦ હજાર વોટની સાઉન્ડ ફોર વે સીસ્ટમ્સ કાર્યરત થશે. ડી.એચ.નાં ગ્રાઉન્ડમાં સિક્યુરીટી વ્યવસ્થા પુનીત સિક્યુરીટીવાળા પટેલભાઈ સંભાળી રહ્યા છે. જયારે ફોટોગ્રાફી અને શુટિંગ સ્નેપ શોટનાં કિરીટભાઈ માણેક અને ચિરાગભાઈ માણેક સંભાળી રહ્યા છે.
રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, જયસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા, રાજેન્દ્ર્ભાઈ શેઠ, ભરતભાઇ સોલંકી, કૌશિકભાઈ વ્યાસ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઇ દેત્રોજા, જગદીશભાઇ કિયાડા, મનસુખભાઇ વડુકુલ, રમેશભાઈ અકબરી, દિપકભાઈ શાહ તેમજ ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, જશુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ચેતનાબેન સવજાની, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ અને બને ક્લબના ૧૦૦ થી વધુ કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યાનું સરગમની યાદી જણાવે છે.
(3:38 PM IST)










