<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

રાત્રિના સમયે એકલા હો, કોઈ વાહન ન મળતું હોય તો ગભરાતા નહિ ૧૦૦/ ૧૮૧ નંબર પર ફોન કરજો

નવરાત્રી અંતર્ગત વધુ ૧૫ને પાસા હેઠળ જેલમાં ધકેલનાર સુરત સીપીની ગરબે રમવા જતી દીકરીઓ માટેની આ સલાહ ગુજરાતના દરેક વાલીઓએ યાદ રાખવા જેવી , વાયરલ પોસ્‍ટની ભીતરમાં : ગરબા રમવા જતી વખતે મોબાઈલમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશ ઓન મોડ પર રાખજોઃ ૯ દિવસના નવલા નોરતાંની અનુપમસિંહ ગેહલોતની સોનેરી સલાહનો અમલ હર્ષ સંઘવી આખા રાજ્‍યમાં કરાવવા ઈચ્‍છે છે

 

રાજકોટ તા. ર૭: ગણપતિ મહોત્‍સવ ઙ્કસંગે ગણપતિ પંડાલ પર નાના છોકરાઓને આગળ કરી કોમી તંગદિલી ફેલાઈ તેવું કાવત્રું કરનાર લોકોને બહારથી અલીગઢિયા તાળા લગાવી સુરક્ષિત સ્‍થાનોમાં છુપાયેલ તત્‍વોને ખુદ પોલીસ કમિશનર દ્વારા જાતે ઊભા રહી તાળા તોડી બહાર કાઢી આખી જિંદગી યાદ રહે તેવો પદાર્થ પાઠ શીખવવાનાં લીધે સુરતવાસીઓ બધું ભૂલી સુરત પોલીસ ઝિંદાબાદ અને ખુદ ગ્રહ મંત્રી પણ જાહેરમાં સુરત પોલીસ માટે લોકોને અપીલ કરતા તાળીઓનાં ગડગડાટ પછી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નવરાત્રી અંતર્ગત  લોકો માટે  એકયા બીજી રીતે ભયજનક ૧૫ લોકોને પાસામાં પૂર્ય પછી નવરાત્રિમાં રમવા જનાર બહેનો માટે આયોજકો સાથે બેઠક કરી કેટલીક મહત્ત્વની જાહેરાત કરી છે, જે ખૂબ આવકારદાયક છે એ આ મુજબ છે.

 તમે જયાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.

ગરબા રમવા જાવ ત્‍યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.

અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્‍યક્‍તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્‍ડ ડ્રિક્‍સ કે ખાધ્‍યપદાર્થ ખાશો નહીં.

અજાણી કે અપરિચિત વ્‍યક્‍તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્‍યક્‍તિગત બાબતો, ફોટોગ્રાફ્‌સ કે વિડીયો શેર ન કરશો.

સોશિયલ નેટર્વકિંગ સાઇટ દ્વારા મળેલી વ્‍યક્‍તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્‍ય સતર્કતા દાખવજો.

ગરબા રમવા જાવ ત્‍યારે પરિચિત ગળપમાં જ રહેજો, અજાણી વ્‍યક્‍તિ પાસે લિફ્‌ટ લેવાનું કે એમને લિફ્‌ટ આપવાનું ટાળજો.

કોઈપણ અજાણી કે અપરિચિત વ્‍યક્‍તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્‍યાએ ન જશો.

ગરબા કાર્યક્રમ સ્‍થળે તમારો જવા- આવવાનો રસ્‍તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો.

રાત્રિના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો ૧૦૦ અથવા ૧૮૧ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો. (૭.૩ર)

 

(3:48 PM IST)