<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

રાજકોટ મનપા દ્વારા ગરબા આયોજકો માટે અતિકડક ગાઇડલાઇન જાહેર

નિયમોનું પાલન ન કરનારના રાસ ગરબા તાકિદે બંધ કરાવાશે

રાજકોટ, તા. ર૭ : મનપા દ્વારા ટીઆરપી અગ્નિકાંડ બાદ આવનાર નવરાત્રી મહોત્સવ માટે નવરાત્રી આયોજકોના આયોજનમાં પુરતી કાળજી રાખવા સલામતી  અર્થે ફાયર સેફટી અંગે ગાઇડલાઇન જાહેર કરાઇ છે.

જે મુજબ નવરાત્રી આયોજક દ્વારા કરેલ આયોજનમાં જાહેર સલામતી અર્થે ફાયર સેફટી અંગે જરૂરી નિયમો આ મુજબ છે. નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દૂર નિર્માણ કરવાનો રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે.

નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેકટ્રીક સબ સ્ટેશન, ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મર, ઇલેકટ્રીક સબ સ્ટેશન, ઈલેકટ્રીક હાઈ ટેન્શન લાઇન કે રેલવે લાઈનથી દૂર કરવાના રહેશે. બે સ્ટ્રકચર વચ્ચે બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં

આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રકચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહીં.

પંડાલની કેપેસિટી મુજબના વ્યકિતઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યકિત દીઠ ઓછામાં ઓછી ૧ સ્કવેર મીટર રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.

નવરાત્રીના પંડાલમાં ફિકસ પાર્ટીશન કરવાનું રહેશે નહીં. ઇમરજન્સીના સમયે વ્યકિતઓ સહેલાઈથી ઇમરજન્સી એકઝીટ તરફ થઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.

નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યકિતઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે, તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.

નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા ''ર'' ઇમરજન્સી એકઝીટ રાખવાના રહેશે. જે પરસ્પર વિરૂદ્ધ દિશામાં હોવા જોઈએ.

નવરાત્રી આયોજક દ્વારા સ્ટ્રકચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક ઓટો ગ્લો મટીરીયલમાં સાઈન લગાવવા.

નવરાત્રી આયોજક દ્વારા સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો ૧૫ મીટર થી વધારે ન હોવું જોઈએ.

નવરાત્રી આયોજક દ્વારા કરવામાં આવેલ સીટીંગ વ્યવસ્થામાં સીટની ૧૦ રો અને ૧૦ બેઠક પછી પેસેજ આપવામાં આવેલ હોવો જોઈએ. જેની પહોળાઈ ઓછામાં ઓછી ૧.૫ મીટર હોવી જોઈએ.  આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રીટાઇન્ટડન્ટ પેઇન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બિછાવવા જો કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાના રહેશે.

આયોજકો દ્વારા મંડપમાં કરવામાં આવતા ઈલેકટ્રીક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે. તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેકટ્રીક વાયરીંગ અંગે ગવર્મેન્ટ એપૃવ્ડ ઈલેકટ્રીક ઇજનેરશ્રી પાસે ચકાસણી કરાવવાની રહેશે. ઈલેકટ્રીક વીજ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન IS-1646-1982 મુજબ કરવાનું રહેશે.

આયોજકો દ્વારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂરના અંતરે રાખવાનું રહેશે.

સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચૂક રાખવાની રહેશે. અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંસેવક રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ રાખવાના રહેશે.

સંચાલકો દ્વારા પ્રત્યેક ૧૦૦ ચોરસ મીટર વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ૨ નંગ ABC ફાયર એકિંટગ યુઝર ૬ કી.ગ્રા.ની ક્ષમતાના તથા બે નંગ co2 ફાયર ૪.૫ કિ.ગ્રા.ની ક્ષમતાના અને ૨૦૦ લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા તથા રેતી ભરેલી ૨ બાલટી અચૂક આ મંડપ પ્રીમાઇસીસમાં ઉપલબ્ધ કરવાના રહેશે.  સહિતના ૩૦ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

(3:56 PM IST)