<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

સેકરીનમાં નુકશાનકાર અસ્પાર્ટમની ભેળસેળ ખુલીઃ નમુનો નાપાસ

મનપાના ફુડ શાખાના યુનિ. રોડ હોકર્સ ઝોનમાં દરોડાઃ ૧૦ ધંધાર્થીને નોટીસ : ભીલવાસ ચોક, નાના મવા, લક્ષ્મીનગર મેઇન રોડ સહિતના વિસ્તારોમાંથી દુધ અને પનીરના પાંચ નમુના લેવાયા

રાજકોટ,તા. ૨૭: મનપાની ફુડ શાખા દ્વારા શહેરના માડા ડુંગર વિસ્તારમાં આબાદ ગૃહ ઉદ્યોગમાંથી લેવામાં આવેલ સેકરીનના નમુનામાં અસ્પાર્ટમ મળી આવતા સેમ્પલ નાપાસ જાહેર થયો છે. જ્યારે ભગતસિંહ ગાર્ડન પાસે ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ૧૦ને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી. ઉપરાંત ભીલવાસ, મંગળા મેઇન રોડ, નાના મવા રોડ ખાતેથી મિકસ દુધ તથા પનીરના ૫ નમુના લેવામાં આવ્યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારાઙ્કઆબાદ ગૃહ ઉદ્યોગ',દિનદયાલ ઇન્ડ એરિયા,શેરી નં. ૮,માંડા ડુંગર,રાજકોટ મુકામેથીલેવામાં આવેલ ખાદ્યચીજ 'સેકરીન (લુઝ)'નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે 'સેકરીન' ને બદલે 'અસ્પાર્ટમ' મળી આવતા નમૂનો'સબસ્ટાન્ડર્ડ'(ફેઇલ)જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નંદનવન રોડ,પુનિત તથા ભગતસિંહ ગાર્ડન સામે વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૭ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૩૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં ક્રિષ્ના લાઈવ કેન્ડી, બાપાસીતારામ ચાઇનીઝ&પંજાબી૪ ક્રિષ્ના મારવાડી પાણિપુરી, જોકર ગાંઠિયા, નકળંગ ફૂડ ઝોન , બિનહરીફ દાબેલી, જય ભેરૂનાથ નમકીન, જલીયાણ ખમણ, ભગવતી ચાઇનીઝ&પંજાબી તથા બોમ્બે વડાપાઉંને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

દુધ-પનીરના નમુના લેવાયા

ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬હેઠળ કુલ ૦૫ નમૂનાલેવામાં આવેલ. જેમાં  મિકસ દૂધ (લુઝ): શ્રી નીલકંઠ દૂગધાલય,ભિલવાસ ચોક, પનીર (લુઝ):  શ્રી નીલકંઠ દૂગધાલય,ભિલવાસ ચોક, મિકસ દૂધ (લુઝ): વિશાલ ડેરી ફાર્મ,મંગળા મેઇન રોડ,રાજ યોગ એપાર્ટમેન્ટ, મિકસ દૂધ (લુઝ):  પટેલ ડેરી ફાર્મ,લક્ષ્મીનગર મેઇન રોડ,નાના મવા રોડ, મિકસ દૂધ (લુઝ):  શ્રી ન્યુ કૈલાશ ડેરી ફાર્મ,લક્ષ્મીનગર મેઇન રોડ,નાના મવા રોડ ખાતેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

 

(3:57 PM IST)