<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

સિવિલ હોસ્‍પિટલમાં જરૂરી દવાઓની અછતઃ અનેક ટેન્‍ડરોની પ્રક્રિયા પુરી, છતાં નવી કાર્યવાહી થતી નથી

કોંગ્રેસની તબિબી અધિક્ષકને રજૂઆતઃ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, પ્રવક્‍તા ગજેન્‍દ્રસિંહ ઝાલાએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા

રાજકોટ તા. ૨૬: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં વિવિધ કામોના ટેન્‍ડરોની પ્રક્રિયા પુરી કરવા, જીવન રક્ષક દવાઓની અછત નીવારવા, વિવિધ કારણોસર અમુક તબિબોને હંગામી ધોરણે સસ્‍પેન્‍ડ કરાયા હોઇ તેને કાયમી સસ્‍પેન્‍ડ કરી નવા ડોક્‍ટરોની નિમણુંક કરવા સહિતની બાબતો અંગે તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, પ્રવક્‍તા ગજેન્‍દ્રસિંહ ઝાલા સહિતે રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્‍યું છે કે પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં સામ)નય ગરીબ વર્ગના દર્દીઓ પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે. હોસ્‍પિટલમાં મોટે ભાગે અનેક જીવનરક્ષક દવાઓનો અભાવ હોય છે. સુવિધા મેડીક સ્‍ટોર, ફાયર એન્‍ડ સેફટી સહિતના મહત્‍વના કામના ટેન્‍ડરો પ્રસિધ્‍ધ થયા પછી પણ ઇરાદાપુર્વક તેની પ્રક્‍યિા પુરી કરવામાં આવી રહી નથી. આવુ થતાં તેમાં ભ્રષ્‍ટાચાર ચાલી રહ્યાનો અંગુલીનિર્દેશ થઇ રહ્યો છે. કથળેલા વહિવટને પ્રજાભીમુખ બનાવવા અમારી માંગણી છે.

વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે તેમાં બી.પી., ડાયાબીટીસની દવાઓ, ઇન્‍સ્‍યુલીનની અછત તથા અન્‍ય દવાઓનની અછત દૂર કરવી, વિવિધ વિભાગના એચઓડી દ્વારા જે તે દવા મંગાવવામાં આવે કે દર્દીને લખી દેવામાં આવે તો હોસ્‍પિટલમાં મળતી નથી આ કારણે ગરીબ દર્દીઓને હેરાન થવુ પડે છે. સુવિધા મેડિકલ વર્ષોથી એક જ પાર્ટી ચલાવે છે, તેના નવા ટેન્‍ડરો હજુ સુધી બહાર પડયા નથી. જુદી જુદી દવાના સપ્‍લાય અંગેના ટેન્‍ડરોનો સમયગાળો પુરો થઇ ગયો હોવા છતાં જુની કંપનીઓના સપ્‍લાયરોને જ ઓર્ડર અપાય છે. ફાયર સેફટીનું ટેન્‍ડર પણ અપડેટ કરાયું નથી, પેસ્‍ટ કન્‍ટ્રોલની કામગીરી બાબતે એજન્‍સીનો સમયગાળો પુરો થઇ ગયો છે, લોન્‍ડ્રીની કામગીરી કરતી એજન્‍સીનો સમયગાળો પણ પુરો થયો છે, આ ઉપરાંત હોસ્‍પિટલમાં ભોંય તળીયે અને બિલ્‍ડીંગો ઉપર આવેલા પાણીના ટાંકા સાફ કરનાર એજન્‍સીનો સમયગાળો પણ પુરો થયો હોઇ નવી એજન્‍સી નીમવાની જરૂરીયાત છે. તેમ વધુમાં રજૂઆતમાં જણાવાયું છે.

(4:24 PM IST)