<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

જૈનમ ગ્રુપ તથા શિવ મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના ઉપક્રમે ખેલૈયાઓ માટે પ્રી-નવરાત્રી ચેકઅપ પેકેજ

પ૦ રૂ.માં એમ.ડી.કન્‍સલ્‍ટીંગ સાથે સુગર ચેકઅપ ફ્રીઃ ૧૦૦ રૂ.માં

રાજકોટઃ સળંગ સાતમા વર્ષે નવરાત્રી મહોત્‍સવનું આયોજન જૈનમ પરિવાર દ્વારા થવા જઈ રહ્યું છે ત્‍યારે જૈનમ કામદાર નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૪ના તમામ સીઝન પાસ હોલ્‍ડર ખેલૈયાઓ માટે આ વખતે જૈનમ તથા શિવ મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના સંયુક્‍ત ઉપક્રમે એક પ્રી-નવરાત્રી હેલ્‍થ ચેકઅપ પેકેજ જાહેર કરવામાં આવ્‍યું છે. નવરાત્રી વખતે જ્‍યારે ખેલૈયાઓ કલાકો સુધી ગરબાના તાલે ઝૂમતા હોય છે ત્‍યારે શારીરિક શ્રમ ઘણા વધુ પ્રમાણમાં થતો હોય છે ત્‍યારે કોઈપણ ખેલૈયાઓને તકલીફ પડે અને કોઈ વિકટ પરિસ્‍થિતિમાં મુકાવવું પડે એ કરતા સાવચેતીના પગલા રૂપે પહેલાથી જ જો બોડી ચેકઅપ કરાવવામાં આવે તો ઇમર્જન્‍સીની પરિસ્‍થિતિ ને ઘણા અંશે ટાળી શકાય છે.

જૈનમ પરિવાર દ્વારા ખેલૈયાઓના સ્‍વાસ્‍થ્‍યને લઈને જાગળતિ કેળવવા સીઝન પાસ હોલ્‍ડર તમામ ખેલૈયાઓ એક પ્રી-નવરાત્રી ડેલ્‍થ ચેકઅપ પેકેજ ની સુવિધા કરવામાં આવી છે.

શિવ મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના તજજ્ઞ એમ.ડી. ડોક્‍ટરો સર્વશ્રી ઉમેશભાઈ વાઘેલા તથા ડો. ધ્રુવભાઈ કોટેચાના સહયોગથી  સિઝન પાસ હોલ્‍ડર ખેલૈયાઓ માટે ટોકન દરથી હેલ્‍થ ચેકઅપ પેકેજ આપવામાં આવશે. અન્‍ય જગ્‍યાએ હજારો રૂપિયામાં થતા ચેકઅપ અહીં ટોકન દરે કરી આપવામાં આવશે માત્ર જૈનમ નવરાત્રી મહોત્‍સવના સિઝન પાસ ખેલૈયાઓ માત્ર રૂ. ૫૦ માં ફિઝિશિયન કન્‍સલ્‍ટિંગ સાથે સુગર ચેકઅપ ફ્રી માં કરાવી શકશે. જ્‍યારે માત્ર રૂપિયા સો માં ecg કરાવી શકશે.

આ પેકેજમાં જરૂર પડે તો દવાઓ લેબોરેટરીના અન્‍ય ટેસ્‍ટ તથા એક્‍સરેમાં પણ સ્‍પેશિયલ ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. લાભ લેવા માંગતા જૈનમ સિઝન પાસ હોલ્‍ડર ખેલૈયાઓએ ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે.

મહાપુજા ધામ ચોક ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ શિવ મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ ખાતે આ પેકેજનો લાભ લેવા માંગતા ખેલૈયાઓએ એપોઇન્‍ટમેન્‍ટ લેવી ફરજીયાત છે. ખેલૈયાઓએ જૈનમ પરિવારના અમીષભાઈ દોશી ૯૮૭૯૩૪૧૮૧૦ સુકેતુ ભાઈ ભોડિયા ૯૮૨૪૨૩૫૩૫૧ મીલેશભાઈ મહેતા ૯૧૭૩૧૦૭૮૭૮ કામિનભાઈ દોશી ૯૮૨૫૮૦૦૫૧૮ નો સંપર્ક કરવા જૈનમ પરિવારના જીતુભાઈ કોઠારી સુજીતભાઈ ઉદાણી જયેશભાઈ વસાએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

(4:24 PM IST)