News of Friday, 27th September 2024
રાજકોટ અખિલ હિન્દી શ્રીમાળી સોની મહામંડળને જંગી સમર્થન
અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની રવિવારે ચૂંટણીઃ રાજકોટના છ ઉમેદવારો મેદાનમાં: ઠેર-ઠેર પ્રચાર, પત્રીકા વિતરણઃ સુકાન સંગઠન શકિત પેનલને સોંપવા અપીલ

રાજકોટ તા. ર૭: આગામી રવિવારે અખીલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની ચૂંટણી રાજકોટનાં કોઠારીયાનાકા ખાતે કિશોરસિંહજી સ્કુલમાં સવારે ૮ થી સાંજે પ સુધી યોજાશે.
તેજ દિવસે પરીણામ રાત્રે જ જાહેર થશે. અનેક વિવિધ સંસ્થાઓના હોદેદારો સંગઠન શકિત પેનલના ઉમેદવારો છે. સમાજના આગવાનો, જ્ઞાતિવજનો, યુવાનો તથા સભ્યો આ વખતે પરિવર્તન કરવાના મૂડમાં હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ રાજકોટ ટીમનું સુકાન સંગઠન શકિત ટીમને મળે તેવું નિヘતિ મનાય રહ્યું છે. સંગઠન શકિત ટીમ દ્વારા સમૂહ લગ્ન, દાંડીયારાસ, બ્લડ ડોનેશન કેમ્પ, ચોપડા વિતરણ, ક્રિકેટ ટુર્નામેન્ટ, સમુહ માળા પહેરામણી, મેડીકલ કેમ્પો, પરિચય પુસ્તીકા આ સીવાય અનેક સેવાકીય કાર્ય અત્યાર સુધીમાં સમાજ સેવાક્ષેત્રે કાર્યક્રમો કરાવમાં આવેલ હોવાનું સોની સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
સંગઠન શકિત પેનલનો પ્રચાર જોરશોરમાં પેલેસ રોડથી શરૂ કરી છે. સોની બજાર, દરબારગઢ સુધી દરેક દુકાને-દુકાન સેંકડો ભાઇ-બહેનો પ્રચારમાં જોડાયા ખાસ કરીને સમાજના બહેનો મોટી સંખ્યામાં પ્રચાર તથા પત્રિકા વિતરણમાં ઘેર-ઘેર જઇને સંગઠન શકિત પેનલનો યુવાન ઉમેદવારોને જંગી બહુમતીથી ચુંટી કાઢવા પ્રચાર કરી રહ્યા છ.ે ઠેર-૮ેરથી સમર્થન મળી રહ્યું હોવાનું જણાવાયું છે.
શ્રીમાળી સોની સમાજના જુદા-જુદા મંડળો-ગ્રુપોના યુવાનો પણ પ્રચારમાં જોડાયા હતા, પ્રચાર યાત્રા પૂર્ણ થયા બાદ શ્રી શ્યામકુંવરબાઇ વાડીએ વિશાળ સમર્થન સભામાં એકત્ર થઇ હતી જયાં સમાજના વિવિધ ઘટકોના આગેવાનો અરવિંદભાઇ પાટડીયા, દિનુમામા, રમેશભાઇ સાહોલીયા, મેહુલ ભગત, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, નીશાબેન રાણપરા, હસ્મિતાબેન પાટડીયા, બીનાબેન રાજપરાએ પોતાનાો વિચારો રજૂ કર્યા હતા.
સંગઠન શકિત પેનલના ૬ ઉમેદવારોનું નિશાન ત્રિશુલ છે.
ચૂંટણી તા. ર૯-૯ રવિવારે શ્રી કિશોરસિંહજી સ્કુલ, કોઠારીયા નાકા, સોની બજાર ખાતે સવારના ૭૮ થી સાંજના પ સુધી નિરધારેલ છે.
મતદારોએ પોતાના ફોટાવાળું ઓળખકાર્ડ સાથે રાખવું જરૂરી હોવાનું યાદીમાં જણાવાયું છે.
સંગઠન શકિત પેનલના યુવાનો, રવિકાન્તભાઇ વાગડીયા, કૈછલાશભાઇ રાજપરા, અશ્વિનભાઇ રાણપરા, પ્રશાંતભાઇ લાઠીગરા, મનીષભાઇ પાટડીયા, સંજયભાઇ આડેસરાએ ઉમેદવારી નોંધાવેલ છ.ે
પેનલની સાથે અરવિંદભાઇ પાટડીયા, મેહુલ ભગત, નીરવભાઇ બારભાયા, પ્રકાશભાઇ ઝીઝુવાડીયા, જયેશભાઇ ગેરીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:32 PM IST)










