<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા આવતીકાલે વન-ડે વેલકમ નવરાત્રી બાળકો અને બહેનો માટે

રાજકોટઃ શ્રી લોહાણા મૈત્રી મંડળ રાજકોટ દ્વારા તા. ૨૮ બપોરે ૩-૩૦ થી ૭ દરમ્‍યાન ભારત સેવક સમાજ-રેસકોર્ષ  બાલભવન ગેઇટ નં. ૫ આર્ટગેલેરી સામે- સભ્‍યો બહેનો- આમંત્રિત-મહેમાનો તથા શુભેચ્‍છકો માટે વન-ડે વેલકમ નવરાત્રીનું આયોજન થયું છે.

રાસગરબા કાર્યક્રમ વિવિધ ૪- ગ્રૂપો બાળકો, તથા બહેનો માટે ત્રણ ગ્રૂપોમાં રાસગરબા હરીફાઇ યોજવામાં આવશે દરેક ગ્રૂપમાં વેલ ડ્રેસ-વેલ પ્‍લે તથા પ્રિ-સેસના આકર્ષક ઇનામો મહેમાનો હસ્‍તે આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા શ્રી લોહાણા મૈત્રી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી અંજનાબેન હિન્‍ડોચા મો. ૯૪૦૮૮ ૮૮૫૬૮ સ્‍થાપક પ્રમુખ ઇન્‍દીરાબેન શીંગાળા ઉપપ્રમુખ જાનકીબેન કાનાણી મૈત્રી દિપ્તિબેન કકકડ  કિર્તીબેન ગોટેચા શીતલબેન કારીયા કલ્‍પનાબેન પોપટ નમ્રતાબેન કાનાબાર વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:33 PM IST)