તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
યુરોકેર કિડની સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતા તા. ૨૯ના નિઃશુલ્ક નિદાન કેમ્પ

રાજકોટ તા. ૨૮ : યુરોકેર કિડની હોસ્પિટલ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં યુરોલોજી અને કિડની સંબંધિત સારવાર માટેનું સર્વોચ્ચ કેન્દ્ર છે. ૧૯૯૩માં સ્થાપિત થયેલી આ હોસ્પિટલનું, ૨૦૨૩માં તદ્દન નવી ઇમારત, અદ્યતન ટેક્નોલોજીથી સુશોભિત સુવિધાઓ અને સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી યુરોલોજીસ્ટ તબીબોની ટીમ સાથે પ્રારંભ થયું હતું. અત્યાર સુધીની યાત્રામાં, યુરોકેર હોસ્પિટલમાં દર્દીઓને વિશ્વસ્તરીય કાળજી અને સારવાર મળી છે. સાલ ૨૦૨૪માં આ આધુનિકરણને એક વર્ષ પૂર્ણ થયું છે અને આ ખાસ અવસર પર હોસ્પિટલ દ્વારા કિડની અને પેશાબના રોગોથી પીડિત દર્દીઓને વિશેષ લાભ આપવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પનો ઉદ્દેશ્ય છે કે દર્દીઓને યુરોલોજી અને કિડની સંબંધિત બિમારીઓ માટે સચોટ નિદાન અને યોગ્ય સારવાર મળી રહે. કેમ્પમાં ખાસ લાભ મળે તે માટે કેટલીક વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. દર્દીઓને યુરોકેરના નિષ્ણાંત યુરોલોજીસ્ટ સાથે નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે. કિડની, પથરી, પ્રોસ્ટેટ, મૂત્રાશય, વંધ્યત્વ, સેક્સને લગતા રોગો અને બાળકો માં થતી કિડની અને પેશાબની સમસ્યાઓ માં યોગ્ય માર્ગદર્શન અને નિદાન મળશે. કેમ્પ દરમિયાન જરૂરી લેબ રિપોર્ટ્સ અને દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત સર્જરીની જરૂર જણાય તો તે પણ રાહત દરે કરી આપવામાં આવશે.
હોસ્પિટલના સ્થાપક અને સિનિયર યુરોલોજીસ્ટ - ડો. જીતેન્દ્ર અમલાણી કહે છે કે આ એક વર્ષમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહિ; પણ દેશ વિદેશથી અનેક દર્દીઓ એ રાજકોટ આવી અને અમારી હોસ્પિટલમાં સારવાર મેળવી છે. અમારી આશા કરતા પણ વધુ દર્દીઓને અમોએ સાજા કર્યા છે, જેનો અમને આનંદ છે. ડો. પ્રતીક અમલાણી કહે છે કે ગયા એક વર્ષમાં યુરોકેર હોસ્પિટલમાં કુલ ૨૦૦૦ થી વધુ સફળ સર્જરીઓ થઇ છે. બાળકોના યુરોલોજિસ્ટ - ડો. ધૃતિ કલસરિયા અમલાણી કહે છે કે બાળકોમાં થતી પથરીની સારવાર અને ૪૫થી વધારે હાઈપોસપેડિયાસની સર્જરી હોસ્પિટલમાંᅠથઇ છે.
યુરોકેર કિડની હોસ્પિટલની સફળતાનું કારણ, હોસ્પિટલના નિષ્ણાંત તબીબ અને કુશળ સ્ટાફ છે, જે ડો. જીતેન્દ્ર અમલાણીની આગેવાનીમાં સેવા આપે છે. ડો. અમલાણીની ટીમમાં ડો. જીગેન ગોહેલ, ડો. પ્રતીક અમલાણી અને સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ પિડિયાટ્રિક યુરોલોજીસ્ટ ડો. ધૃતિ કલસરીયા અમલાણી છે.
હોસ્પિટલનું આ એક વર્ષ, દર્દીઓને ઉચ્ચ સ્તરીય સારવાર પ્રદાન કરવા અને આરોગ્યમય જીવન તરફ દોરી જવામાં સફળ રહ્યું છે. નિઃશુલ્ક નિદાન કેમ્પના સમયગાળા દરમિયાન સર્જરી, લેબ રિપોર્ટ્સ અને દવાઓ પર વિશેષ રાહત આપવામાં આવશે. આ કેમ્પ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૪, રવિવારના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી યોજાશે. સ્થળ : યુરોકેર હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ.
(11:16 AM IST)










