<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

તળાજાના માતા-પુત્રનો બે લાખની મત્તાનો થેલો રાજકોટમાં રિક્ષામાં ભુલાયો, પોલીસે શોધી દીધો

ગાંધીગ્રામ પોલીસે રિક્ષાચાલકની શોધી થેલો પરત અપાવ્‍યોઃ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં મસરીભાઇ ભેટારીયા, પ્રદિપભાઇ, પ્રશાંતભાઇની કામગીરી

રાજકોટઃ પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને ગાંધીગ્રામ પોલીસની ટીમે સાર્થક કર્યુ છે. ભાવનગરના તળાજાના ચંદ્રજીતસ્‍ંિહ યુવરાજસિંહ ગોહિલ પોતાના માતા સાથે તળાજાથી રાજકોટ સંબંધીને ત્‍યાં આવ્‍યા હોઇ તેઓ નાગરિક બેંક ચોકથી ઓટો રિક્ષામાં બેસી સગાને ત્‍યાં  જવા રવાના થયા હતાં. નિર્મલા રોડ પર યોગી નિકેતન સોસાયટીમાં તેઓ રિક્ષામાંથી ઉતર્યા હતાં.  તે વખતે પોતાની સાથેના ત્રણ થેલામાંથી એક થેલો રિક્ષામાં ભુલી ગયા હતાં. એ થેલામાં સોનાનું મંગલ સુત્ર, વીંટી, રોકડા દસ હજાર, કપડા મળી બે લાખની માલમત્તા હતી. આ અંગે તેમણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં ટીમો કામે લાગી હતી. આઇવે પ્રોજેક્‍ટના અલગ અલગ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતાં હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગર અને પ્રશાંતભાઇ ગજેરાને રિક્ષાની માહિતી મળી આવતાં ચાલકનો સંપર્ક કરી પુછતાછ કરતાં તેણે પોતાનું નામ નલીનભાઇ ડાયાભાઇ ચાચીયા જણાવ્‍યું હતું. તેણે કહ્યું હતું કે પોતે નિર્મલા રોડ પર મુસાફરને ઉતારીને બીજુ ભડુમળતાં તેને પણ ઉતરવા ગયેલ. બે કલાક પછી રિક્ષામાં જોતાં થેલો પડયો હતો. એ થેલો કયા પેસેન્‍જરનો છે તેની તપાસ પોતે કરતાં હતાં. તેમજ પોલીસ પાસે જવાની તૈયારીમાં હતાં ત્‍યાં જ પોલીસે પોતાનો સંપર્ક કર્યો હોવાનું કહેતાં તેને પોલીસ સ્‍ટેશને બોલાવી તેના હસ્‍તે જ મુળ માલિકને તેનો થેલો પરત અપાવ્‍યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ કે. જે. કરપડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઇ હતી.

(11:51 AM IST)