તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
ચેક રિટર્નના કેસમાં ટ્રાવેલીંગ એજન્ટનું કામ કરતી મહિલાને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૨૮ : સ્કવેડ ટુર્સને આપેલ ચેક રીટર્નના કેસમાં મહિલા આરોપી ચંદ્રિકાબેન ઓઝાને એક વર્ષની સજા કોર્ટે ફટકારીને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
આ કામના ફરીયાદી હુસૈન હાતિમ કાથાવાલા ૨ાજકોટમા સ્કવેડ ટુર્સના નામથી ઘેર બુકીંગનો ધંધો કરે છે અને દેશ - વિદેશ નાના-મોટા હોલીડે પેકેજો દ્વારા આવવા - જવાની હવાઇ મુસાફરી હોટલ બુકીંગ વિઝા, પાસપોર્ટ સહિતનું એડવાન્સ પેકેજ આપી ટુરનો ધંધો કરે છે.
આ કેસની હકીકત એવી છે કે, આ કામના આરોપી ચંદ્રિકાબેન પ્રબોધભાઈ ઓઝા તથા તેમના પુત્રી વિરલ પ્રબોધભાઈ ઓઝા ટ્રાવેલિંગ કમીશન એજન્ટ તરીકે દેશ - વિદેશમાં નાના - મોટા હોલીડે પેકેજો દ્વારા આવવા - જવાની હવાઈ મુસાફરી, હોટલ બુકીંગ સહિતનું કામ કરે છે. આરોપીએ ફરિયાદીને અમદાવાદ થી રશિયા આવવા - જવાની છ વ્યક્તિઓનું હોટલમાં રહેવા જમવા તથા ફરવાનો ટુર પ્રોગ્રામ કરી આપવા જણાવેલ હતું. અને આ અંગેનો ફરીયાદીએ ટોટલ રૂ.૩,૩૬,૦૦૦ નો ખર્ચ થશે તેવું જણાવેલ હતું.
આ અંગે છ વ્યક્તિઓના રૂ.૩,૩૬,૦૦૦ના પેમેન્ટની સંપૂર્ણ જવાબદારી આરોપીએ સ્વીકારેલ હતી અને આ અંગેનો આરોપીએ ઇનવોઈઝ બિલ મુજબનો ચેક ફરીયાદીને આપવામાં આવેલ હતો. જે આરોપી ચંદ્રિકાબેન પ્રબોધભાઈ ઓઝા દ્વારા ફરીયાદીને રૂ.૩,૦૦,૦૦૦ ચેક SBI Bank, નારાયણનગર શાખા, અમદાવાદનો આપેલ હતો. જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં પાસ કરવા રજુ કરતાં ફંડસ ઇનસફીસીયન્ટ'ના શેરા સાથે પરત ફરતા આ અંગે ફરીયાદીના વકીલશ્રી દ્વારા નોટીસ આપવામાં આવેલ હતી. પરંતુ આરોપીને નોટીસ બજી ગયેલ હોવા છતાં તેનો કોઈ જવાબ આપવામાં આવેલ ન હતો કે ફરીયાદીની બિલ મુજબની રકમ ન ચુકવતા આરોપી સામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ તમામ ડોક્યુમેન્ટો સાથે કોર્ટમાં કરવામાં આવેલ હતી.
આરોપી સામે સમન્સ ઇસ્યુ થતાં આરોપી કોર્ટમાં હાજર થયેલ હતાં. અને આ ફરીયાદ કોર્ટમાં ચાલી જતા તમામ દસ્તાવેજો ઉપર તથા દલીલ તબક્કે ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ કરવામાં આવતા આ તમામ દલીલો અને રજુઆતોને ધ્યાનમાં લઈ રાજકોટના મહે. ત્રીજા એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી જે.એસ.પ્રજાપતિએ આરોપી ચંદ્રિકાબેન પ્રબોધભાઈ ઓઝાને એક વર્ષની સાદી કેદની સજા તથા લેણી નીકળતી રકમ ઉપર વાર્ષિક છ ટકાના વ્યાજ સાથે એક માસની અંદર ચુકવી આપવી. અને જો આરોપી તેમ કરવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ ત્રણ માસની સજા કરતો હુકમ કરવામાં આવેલ છે.
આ કામના ફરીયાદી સ્કવેડ ટુર્સ વતી રાજકોટના એડવોકેટ નિરવ પી. દોશી તથા પ્રફુલભાઈ એચ. દોશી રોકાયેલ હતા.
નિવર પી. દોશી
એડવોકેટ
(2:49 PM IST)










