તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
કુંદણી પાસે ભેંસ સાથે બાઇક અથડાતાં પારેવડા ગામના બે બહેનના એકના એક ભાઇનું મોત
જસદણ કામ પતાવી પોતાના ગામે જતો હતો ત્યારે બનાવ : ૨૦ વર્ષના હિતેષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ વાઘાણી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૮: જસદણના પારેવડા ગામે રહેતાં યુવાનનું બાઇક નજીકના કુંદણી ગામ પાસે ભેંસ સાથે અથડાતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ જસદણના પારેવડા ગામે રહેતો હિતેષ બાવચંદભાઇ વાઘાણી (ઉ.વ.૨૦) નામનો યુવાન ગત સાંજે સાતેક વાગ્યે જસદણથી પોતાના ગામે બાઇક હંકારીને જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં કુંદણી ગામ પાસે પહોંચતા ઓચીંતી ભેંસ આડે આવી જતાં તેન સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઇજા થઇ હતી. પ્રથમ જસદણ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હિતેષ બે બહેનનો એકનો એક ભાઇ હતો અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. તે જસદણમાં હેન્ડીક્રાફટની ફેક્ટરીમાં કારીગર તરીકે કામ કરતો હતો. જસદણ નોકરી પુરી કરી સાંજે પોતાના ગામ તરફ આવતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. રાજકોટમાં દમ તોડી દેતાં સિવિલ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, બળુભા, કાનાભાઇ સહિતે ભાડલા પોલીસને જાણ કરી હતી.
(2:53 PM IST)










