તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
ટાટા એઆઇએ દ્વારા યુનિટ લિંકડ ઇન્શ્યોરન્સ પ્રોડકટ્સ સાથે નિફટી આલ્ફા પ૦ ઇન્ડેકસ ફંડ લોન્ચ
આ એનએફઓ સોમવાર સુધી ખુલ્લો રહેશે

રાજકોટ તા. ર૮: લાઇફ ઇન્શ્યોરન્સ કંપની ટાટા એઆઇએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ટાટા એઆઇએ) તેની યુનિટ લિંકડ ઇન્શ્યોરન્સ પ્રોડકટસ દ્વારા ટાટા એઆઇએ નિફટી આલ્ફા પ૦ ઇન્ડેકસ ફંડ લોન્ચ કર્યું છે જે એક ઓપન એન્ડેડ ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) છે જે લાઇફ ઇન્શ્યોરન્સ કવરની સુરક્ષા સાથે પોતાના પ્રિયજનોને સુરક્ષા પૂરી પાડવા સાથે સંભવિત વૃદ્ધિનો લાભ લેવા માટે આલ્ફા ઇન્વેસ્ટિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે.
આ એનએફઓ ૩૦ સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે અને એનએફઓ સમયગાળા દરમિયાન યુનિટ દીઠ રુ. ૧૦ની એનએવી સાથે યુનિટસ ઓફર કરે છે. આ ફંડ નિફટી આલ્ફા પ૦ ઇન્ડેકસને સમાવતા ટોચના પ૦ પર્ફોમિંગ સ્ટોકસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમ ટાટા એઆઇળએના ચીફ ઇન્વેસ્ટર ઓફિસર (સીઆઇઓ) તથા એકઝીકયુટી વાઇસ પ્રેસીડેન્ટ હર્ષદ પાટીલે યાદીમાં જણાવ્યું છે.
(2:41 PM IST)










