<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

રાજકોટ ગરૂડની ગરબીમાં થેલેસેમિયા બાળકી પણ લેશે રાસ, બાળાઓની પ્રેક્‍ટીશમાં પણ થયા શાક્ષાત માતાજીના દર્શન

નવરાત્રી એટલે માં આદ્યશક્‍તિની આરાધનાનું પર્વ સમગ્રવિશ્વમાં નવરાત્રી એટલે ગુજરાત અને ગુજરાત એટલે નવરાત્રી. રાજકોટમાં અનેક જગ્‍યાઓ પર અર્વાચીન રાસ મહોત્‍સવ થઇ રહ્યા છે આજની જનરેશન પણ અર્વાચીન દાંડિયા રાસ તરફ વળી છે ત્‍યારે છેલ્લા ૧૨૭ વર્ષથી અડીખમ ઉભેલી રાજકોટની પ્રાચીન ગરબી એટલે ગરુડની ગરબી, જય અંબે ગરબી મંડળ દ્વારા આ અદભુત ગરબીનું આયોજન કરવામાં આવે છે. તબલા, ઢોલક, પ્‍યાનો, શરણાઈ, સાથે સંજીદાઓ માતાજીના ગરબા ગાય છે ત્‍યારે શાક્ષાત માતાજી ગરુડની ગરબીમાં રમવા આવે છે.  આ ગરબીમાં છેલ્લા પાંચ વર્ષથી થેલેસેમિયા બાળકી પણ ભાગ લે છે, આયોજકો બાળાઓની પ્રેક્‍ટિસ સાથે તેમના સ્‍વાસ્‍થ્‍યનું પણ ધ્‍યાન રાખે છે, આજ દિન સુધી માતાજીની કળપાથી કોઈપણ બાળાઓને તકલીફ નથી પડી ત્‍યારે થેલેસેમિયા બાળકીને પ્રેક્‍ટિસ દરમિયાન પણ તે માતાજીની આરાધના કરતી જોવા મળે છે, ત્‍યારે સાંજે ૬ વાગ્‍યા થી રાત્રીના ૧૧ વાગ્‍યા સુધી વિવિધ ગ્રુપની બાળાઓની પ્રેકટીશ શરુ કરવામાં આવે છે અને પ્રેકટીશ દરમિયાન તમામ બાળાઓનું ભોજન પણ આયોજકો દ્વારા શુદ્ધ સ્‍વાદિષ્ટ ત્‍યાંજ તૈયાર કરવામાં આવે છે અને પ્રેકટીશ પૂર્ણ થયા બાદ સૌ સાથે મળી પ્રસાદ લે છે, આ વર્ષે નવરાત્રી દરમિયાન બાળાઓના અદભુત રાસમાં લોકોને માતાજીના વિવિધ દર્શન સાથે રાસ જોવા મળશે, અર્વાચીન દાંડિયા વચ્‍ચે ગરુડની ગરબીએ પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે અને નવરાત્રી દરમિયાન હજારો લોકો આ ગરબીને નિહાળવા અને માતાજીના દર્શન કરવા આવે છે, આ વર્ષે પણ આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્‍યારે ગરુડ ગરબીના આયોજક પપ્‍પુભાઈ અને તેમની ટીમે ગરુડ ગરબી જય અંબે ગરબી મંડળમાં પધારવા અને માતાજીના દર્શન કરવા લોકોને આહવાન કર્યું છે. (રિપોર્ટઃનિલેશ શીશાંગીયા) (૯.૩૧)

 

(2:44 PM IST)