તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
રાધેશ્યામ ગૌશાળા દ્વારા નાણાવટી ચોક ખાતે પ્રાચીન ગરબીનું આયોજનઃ ૬૦ દીકરીઓ દ્વારા માતાજીની આરાધના

રાજકોટઃ રાધેશ્યામ ગૌશાળા શ્રી રાધેશ્યામ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ મંદીર (ગાંધીગ્રામ, રૈયાધાર, પાણીના ટાંકા પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી પાસે) દ્વારા મોમાઇ ગરબી મંડળનું છેલ્લા ૬૦ વર્ષથી નાણાવટીચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ ખાતે પ્રાચીન ગરબીમાં ૬૦ બાળાઓ દ્વારા માતાજીના રાસ ગરબાની રમઝટ બોલાવાશે. બાળાઓને દરરોજ લ્હાણી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાધેશ્યામ ગૌશાળામાં દરરોજ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. ગૌશાળામાં આશરે ૪૮૦ ગાયો છે. રામપીરની દર બીજે ધજા ચડાવવામાં આવે છે. તેમજ મોટી બીજે પર ગજની ધજાનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. રામાપીરનો પાઠ, દર ગુરૂવારે સંતવાણીનું આયોજન હોય છે. આ કાર્યક્મને સફળ બનાવવા રાધેશ્યામ ગૌશાળાના મહંતશ્રી રાધેશ્યામ બાપુ, નંદકીશોરભાઇ (વકીલ), હિતેષભાઇ બોરીચા, રાજુભાઇ, શૈલેષભાઇ, ભુપતભાઇ ઠક્કર, પ્રવિણભાઇ, ગોહેલભાઇ, ભગવાનજીભાઇ, રમેશભાઇ હરીયાણી તથા ગૌશાળાના સ્વયંસેવકો મહેનત કરી રહયા છે. વધુ વિગતો માટે રાધેશ્યામ બાપુ મો.નં. ૯રર૮૩ પ૩૭૮૦નો સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:51 PM IST)










