<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

રમવા આવો રાસ... વિશ્વંભરી નવરાત્રી મહોત્‍સવ

વિશ્વંભરી ક્‍લબ દ્વારા વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટ ખાતે આયોજનઃ ત્રણ હજાર ખેલૈયાઓ ગરબે ઘુમશે

રાજકોટઃ મા શકિતની આરાધના કરવા માટે ખેલૈયાઓ થઇ જાઓ તૈયાર. વિશ્વંભરી ક્‍લબ દ્વારા પાંચમા વર્ષ વિશ્વંભરી નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૪નું વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. નવ દિવસીય રાસોત્‍સવમાં આશરે ત્રણ હજાર ખેલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશે. જેન્‍ટસ પાસ રૂા. ૯૯૯ અને લેડીઝ પાસના રૂા. ૬૯૯ રાખેલ છે. ખેલૈયાઓને દરરોજ ઇનામોની નવાજાશે. ગેટથી લઇને ગ્રાઉન્‍ડ પરના તમામ ખૂણે સજ્જડ સિક્‍યુરીટી સાથે પરિવારની જેમ બહેન દીકરીઓ મન મુકીને રાસે રમી શકે તેવી વ્‍યવસ્‍થા કરાયાનું જણાવાયું છે. આયોજનને સફળ બનાવવા વિશ્વંભરી ક્‍લબના સ્‍થાપક દેવેન્‍દ્રસિંહ જાડેજા (છોટે રાજા), ક્‍લબના પ્રમુખ દિગ્‍વિજયસિંહ જાડેજા (રાવકી), દીવ્‍યરાજસિંહ ઝાલા એડવોકેટ ખીમજીભાઇ રાઠોડ (કે.કે.) કોર્પોરેટર ડો. હાર્દિક ગોહિલ, રજનીશભાઇ સારીખડા, વિરલભાઇ પુરોહિત, ધવલભાઇ ઠક્કર, પરેશભાઇ દુલાઇ, ટીંકુ ટેભાણી, પ્રકાશ લોકવાણી, રવિરાજ ચૌહાણ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. ડેઇલી પાસ રૂા. ૨૦૦ના ડીસ્‍કાઉન્‍ટમાં અપાશે. પાસ બુકિંગ ૭૦૪૮૦ ૦૦૯૧૯, ૯૦૫૪૬ ૯૦૫૯૦ સ્‍થળ. વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટ, સિનર્જી હોસ્‍પિટલ પાસે, અયોધ્‍યા ચોક ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:52 PM IST)