તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
સમસ્ત બગથરીયા પરિવાર માટે મોમાઇ મોરા સહિતની ધાર્મિક યાત્રા

રાજકોટ તા. ૨૮: સમસ્ત બગથરીયા પરિવાર દ્વારા માતાજીના પ્રથમ નોરતે. પ્રથમ આરતી માટે મોરાગઢ (મોમાઇ મોરા) નો પ્રવાસ યોજાશે બસ ઉપડશે. પ્રથમ મોમાઇ મોરા ત્યાર બાદ દર્શન આરતી કરીને વ્રજવાણી, રવેચી માતાજી મંદિર (ત્યા પ્રસાદ લેવાનો) કાબરાઉ, માનવ હનુમાન અને બગથાળાથી ગુરૂવારે રાત્રે પરત એક દિવસ યાત્રા પ્રવાસના આયોજનનો ખર્ભ વ્યકિત દીઠ ૭૦૦/- (સાતસો રૂપિયા) રહેશે.
યાત્રા દરમ્યાન ચા પાણી નાસ્તો જમવાનું સ્વ ખર્ચ રહેશે. વહેલા તે પહેલાના ધોરણે સીટ નોંધાવી લેવા જણાવ્યું છે એક બસનું આયોજન છે પ્રથમ નોંધાવનારને પ્રથમ સીટ થી બુકિંગ આપવામાં આવશે. નામ નોંધાવવા માટેઃ નટુભાઇ બગથરીયા, અલ્કા હરે ડ્રેસર, સોરઠીયા વાડી ચોક, રાજકોટ મોબાઇલ. નં. ૯૦૯૯૬ ૨૦૦૧૮ અને ઓન લાઇન પેમેન્ટ માટેઃ આશિષ બગથરીયા મો. ૯૯૨૫૩ ૭૮૭૮૮ (સ્ક્રીન શોર્ટ પાડીને મોકલવો જણાવ્યું છે.
(2:57 PM IST)










