<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

સસ્‍તા અનાજના દુકાનદારો લડી લેવાના મૂડમાં : ૧લી ઓકટોબરથી હડતાલ

રાજકોટના ૬૫૦થી વધુ સહિત ૧૭ હજાર દુકાનદારોએ ઓકટોબરની પરમીટ નહિ ઉપાડવા નિર્ણય કર્યો : સરકારે પરમીટ પણ મૂકી નથી : ૨૦ હજાર કમીશનમાં રહેલી શરતોની વિસંગતતા અને ૯૭ ટકા ઓનલાઇન વિતરણ અંગે પુરવઠા તંત્રે કાંઇ નહી ઉકાળતા આંદોલનની જાહેરાત

રાજકોટ તા. ૨૮ : સસ્‍તા અનાજના રાજ્‍યના ૧૭ હજાર દુકાનદારો ૨૦ હજાર કમીશન અને તેમાં ૧૪ જેટલી શરતોમાં રહેલી વિસંગતાઓ બાબતે ૧લી ઓકટોબરથી હડતાલ પર જઇ રહ્યા હોય સરકારને ભારે દોડધામ થઇ પડી છે. વિસંગતાઓ બાબતે ૧લી ઓકટોબરથી હડતાલ પર જઇ રહ્યા હોય સરકારને ભારે દોડધામ થઇ પડી છે.

ગુજરાત ફેરપ્રાઇઝ એન્‍ડ કેરોસીન લાયસન્‍સ એસોસિએશન તેમજ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન સાથે મળી આગામી લડતના મંડાણ કરવાનું નક્કી કરેલ છે એક બે દિવસમાં સરકારને ૯૭% ઓનલાઇન વિતરણ તથા કમીશન વધારા બાબતે આવેદનપત્ર આપી દેવામાં આવશે ત્‍યારબાદ આગામી લડતનો પ્રોગ્રામ જાહેર કરવામાં આવશે જ્‍યાં સુધી નવો પ્રોગ્રામ જાહેર ન થાય ત્‍યાં સુધી કોઇપણ દુકાનદારે ઓકટોબર માસનું પરમિટ જનરેટ કરવું નહીં તેમ પ્રમુખ શ્રી રાજેન્‍દ્રસિંહ જાડેજાએ રાજકોટના ૬૫૦થી વધુ સહિત રાજ્‍યના ૧૭ હજાર સસ્‍તા અનાજના દુકાનદારોને મેસેજ પાઠવી દિધો છે.

પ્રમુખના આદેશ બાદ રાજકોટ શહેર - જિલ્લાના કોઇ દુકાનદારે ઘઉં - ચોખા - ચણા - તુવેરદાળ - બાજરી - ખાંડ - મીઠુ વિગેરે માટે પરમીટ ઉપાડી નથી.

બીજી બાજુ નવા મહિના માટે આગલા મહિનાની ૨૫ થી ૨૬ તારીખ દરમિયાન રાજ્‍યના પુરવઠા તંત્ર દ્વારા પરમીટ મુકાઇ જ નથી, સરકાર લેવલે પણ કંઇક રંધાઇ રહ્યું છે.

આ ૨૦ હજાર કમિશન મુદ્દે સસ્‍તા અનાજના દુકાનદારો ત્રીજી વખત હડતાલ પાડશે. આ પહેલાની બે હડતાલ દરમિયાન સરકારે ૩૦૦ કાર્ડ તથા અન્‍ય જટિલ શરતો અંગે હકારાત્‍મક વલણ અપનાવ્‍યું, પરંતુ ૯૭ ટકા ઓનલાઇન વિતરણ અંગે કોઇ નિર્ણય નહી લેતા દુકાનદારો હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે

(3:24 PM IST)