તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
કાલે સિવિલના લાભાર્થે ૪ સ્થળોએ રકતદાન કેમ્પ
કિરણભાઇ રામોલીયાની સ્મૃતિમાં વાવડી ખાતે, બ્રહ્માકુમારી ભારતીદીદીના જન્મદિન નિમિતે, પરેશ વાઘાણીના જન્મદિન નિમિતે અને વિવેકાનંદ યુથ કલબ દ્વારા આયોજન

રાજકોટઃ સિવિલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી, સ્વ.કિરણભાઇ મનુભાઇ રામોલીયાની સ્મૃતિમાં તા.૨૯ રવિવારે સવારે ૮થીર સુધી રાજકુલીંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લીમીટેડ, સર્વે નંબર-૩૧, પ્લોટ નં.૫૮, વાવડી રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
રાજ કુલિંગ સિસ્ટમ્સના સ્વ.કિરણભાઇ મનુભાઇ રામોલીયાની સ્મૃતિમાં આયોજીત આ કેમ્પમાં કલ્પેશભાઇ રામોલીયા, રામોલીયા પરિવાર, રાજ કુલીંગ સિસ્ટમ્સ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સિવિલ બ્લડ બેંકની ટીમ સેવા આપશે.
આ ઉપરાં બ્રહ્માકુમારી ભારતીદીદીના ૮૪માં જન્મદિવસ નિમિતે સિવિલ હોસ્પીટલના લાભાર્થે તા.૨૯ રવિવાર સવારે ૯થી૧૨ વાગ્યા સુધી, બ્રહ્મકુમારીઝ, ‘‘જયોતિદર્શન ૧, પંચશીલ સોસાયટી, દોશી હોસ્પિટલ સામે રકતદાન કેમ્પનું આયોજન થયું છે. તેમજ પરેશભાઇ વાઘાણીના જન્મદિવસ નિમિતે રાજકોટ સિવિલ હોસ્પીટલના લાભાર્થે રવિવાર સવારે ૯ થી ર વાગ્યા સુધી નાગર બોર્ડીંગ વિરાણી હાઇસ્કુલ સામે, ટાગોર રોડ ખાતે અને વિવેકાનંદ યુથકલબ દ્વારા જીવનદિપ બ્લડબેંકના લાભાર્થે કાલે રવિવારે સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી, મોઢ વણિક બોર્ડીંગ, પ-રજપુતપરા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે હર્ષદભાઇ સોરઠીયા, જૈમિનભાઇ રામોલીયા, સંદીપભાઇ સાંકડેચા, શ્રીમદ રાજચંદ ફાઉન્ડેશનના વિનય જસાણી, યજ્ઞેશ વારીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:35 PM IST)










