<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું

રાજકોટ ::  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા ખાતે યોજાએલ સહકારી સંઘની સાધારણ સભામાં વિશેષ ઉપસ્થિત રહેવા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ તકે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી, સંયુક્ત પોલીસ કમિશનર  મહેન્દ્ર બગડીયા, પ્રાંત અધિકારી મહેક જૈન વગેરેએ મુખ્યમંત્રીનુ  પુષ્પગુચ્છ સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

(5:18 PM IST)