<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ખરાબ રસ્‍તા અને ખેતીમાં ભારે નુકશાનના મુદે રાજકોટ તાલુકા કોંગ્રેસનું લોકસંપર્ક અભિયાન

ભાજપના સદસ્‍યતા અભિયાન સામે વળતુ અભિયાન ૧૧ હજાર લોકોની સહી સાથે કલેકટરને આવેદન અપાશેઃ નિશિત ખૂટ

રાજકોટ તા.૩૦: તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિશિત બાબુભાઇ ખુટે જણાવ્‍યું છે કે, રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ તા.૧૨-૦૯ આપેલ આવેદનમાં જેમાં ભારે વરસાદને કારણે થયેલ ખેડૂત પાકને થયેલ નુકશાન તે યોગ્‍ય સહાય આપવી તથા રોડ રસ્‍તાનું ઝડપી મરામત કરવી. ઉપરોકત બંને બાબતને આજ ઘણાં દિવસો થઇ ગયેલ છતાં સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવેલ નથી તથા સરકાર અને મંત્રીઓ તથા ભાજપના પદાધિકારીઓ સદસ્‍યતા અભિયાનમાં વ્‍યસ્‍ત છે અને આમ જનતા તથા ખેડૂત લોકો ખરાબ સમયમાંથી પસાર થાય છે.

રાજકોટ જીલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલીતભાઇ વસોયા, પૂર્વપ્રમુખ હિતેષભાઈ વોરા, કાર્યકારી પ્રમુખ શૈલેષભાઇ કપુરીયા તથા કોંગ્રેસ આગેવાન સુરેશભાઇ બથવાર સાથે પરામર્શ કરી રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નિશિતભાઇ ખુંટ તથા કોંગ્રેસ આગેવાન વલ્લભભાઈ રંગાણી, લવજીભાઇ ચાવડા જસવંતસિંહ, વિશાલભાઈ કુમારખાણીયા, જીતુભાઇ રાઠોડ, વિજયભાઈ બોરડ, હેમતભાઈ, અમરશીભાઇ, જગાભાઈ સિયાણી, રણજીતભાઈ જળુ, ભાવેશ કિયાડા, કેતનભાઈ તોગડીયા દ્વારા તા. ર ઓકટોબર ના રોજ ભાજપના સદસ્‍યતા અભિયાન વિરૂધ્‍ધ રાજકોટ તાલુકામાં લોક સંપર્ક અભિયાન ચાલુ કરવામાં નિર્ણય કરે છે.

લોક સંપર્ક અભિયાનનો મુખ્‍ય હેતુ ખેડૂતોને ભારે વરસાદને કારણે થયેલ નુકશાનનું યોગ્‍ય વળતર મળી રહે તથા સામાન્‍ય માણસોની પ્રાથમિક સુવિધા જેવી કે રોડ રસ્‍તાનું ઝડપથી મરામત કરવી આપવાનો છે. લોક સંપર્ક અભિયાન તા. ર-૧૦ થી તા. ૨૦-૧૦ સુધી રહેશે અને ઓછામાં ઓછા ૧૧૦૦૦ પ્રાથમિક સદસ્‍યો બનવાનો ટાર્ગેટ છે. ત્‍યારબાદ ૧૧૦૦૦ લોકોની નામ, સરનામાં સાથે કલેકટર અને સરકારને પત્ર દ્વારા આવેદન આપવામાં આવશે સાથે આવનારી ચુંટણીમાં ભાજપને મત નહી આપીએ એવી પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવશે

(12:13 PM IST)