<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ઢોર ડબ્‍બામાં ૧૦ ગાયોના મોત ભુખમરાથી : સાગઠીયા-ભારાઇનો આક્ષેપ જુઓ વિડિયો

મનપાના જીવદયા ગ્રુપ સંચાલીત ઢોર ડબ્‍બામાં કોંગ્રેસ કોર્પોરેટરોનું સરપ્રાઇઝ ચેકીંગ : પાલામાં ૭૦થી૮૦ ટકા માટી મળી આવી : ગાયને સાચવી ન શકતા હોય તો તેને પકડવાનો તંત્રને અધિકાર નથી : વશરામભાઇ-કોમલબેનની સાફ વાત : રોગ પ્રતિકારક શક્‍તિઓછી, બીમારી તથા પ્‍લાસ્‍ટિકથી મોત થયાનો મનપા તંત્ર વાહકોનો દાવો

રાજકોટ,તા. ૩૦:  ડબ્‍બામાં ગાયોના મોત મામલે શહેર પરના જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્‍યો છે. આજે પણ ૧૦ જેટલી ગાયોના મોત થતા લોકોના લોકો ઉકળી ઉઠ્‍યા છે અને સંચાલકો ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે ત્‍યારે કોંગ્રેસ દ્વારા આજીડેમ પાસેના જીવદયા ઘર સંસ્‍થા દ્વારા સંચાલિત મનપાના ઢોર ડબ્‍બામાં આજે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા લોલંલોલ ખુલ્લી થવા પામી હતી.

ઢોરોના મળત્‍યુ અંગે મનપાના સતાવાર સુત્રો રોગપ્રતિકાર ઓછી, પ્‍લાસ્‍ટિક તથા બીમારીના કારણે થયાનો દાવો કરી રહ્યા છે.

 રાજકોટ મહાનગરપાલિકા ના ઢોર ડબ્‍બામાં આજે સવારે કોંગ્રેસ કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને કોમલબેન ભારાઈએ સરપ્રાઇઝ ચેકીંગ કરતા   ૧૦ ગાયોના કરુણ મળત્‍યુ થયેલા હતા.     મહાનગરપાલિકાના અધિકારીઓને પૂછતા જણાવેલ છે કે  ગાયોના મળત્‍યુ થયા છે પરંતુ સ્‍થળ ઉપર ૧૦ ગાયોના મળત્‍યુ થયેલા હતા 

જનરલ બોર્ડના પ્રશ્‍નોના જવાબમાં   મહાનગરપાલિકાએ કબૂલ્‍યું છે કે ૭૫૬ ગયો ના છેલ્લા ત્રણ મહિનામાં મળત્‍યુ થયેલા છે હાલ જીવ દયા સંસ્‍થા વાળા આ ઢોર વાળો સંભાળી રહ્યા છે પરંતુ  જીવ દયા જેવી સંસ્‍થા જેના નામને પણ હાલ બદનામ કરી રહ્યા છે. અગાઉ કેટલાય જીવદયા પ્રેમીઓએ પોતાની આખી જિંદગી જીવો બચાવવામાં ધસી નાખી છે પરંતુ હાલના સંચાલકો અને શાસકો બંનેની મોનોપોલીના હિસાબે કયાંકને કયાંક અબોલ જીવોના જીવ  જઈ રહ્યા છે

આજે  ૧૦ ગાય વાછરડા ના મળત્‍યુ ઢોર ડબ્‍બામાં થયા છે તે સ્‍થળ તપાસતા ભૂખમરાને કારણે થયાનો આક્ષેપ  થયો છે.

   કયાંક ને કયાંક ખાવા માટે પાલો નાખવામાં આવ્‍યો હતો તેમાં પણ ૭૦ થી ૮૦% માટી નો ભાગ હતો એ તમામ દ્રશ્‍યો  હૃદય  દ્વાવક હતા.  જો રાજકોટ મહાનગરપાલિકા ગાયો સાચવી શકતી ન હોય તો એને પકડવાનો કોઈ અધિકાર નથી  તેવી માંગ કરવાની સાથે જ્‍યારે માલધારી ના ઘરેથી ગાયો લાવવામાં આવે છે ત્‍યારે ગાયો તંદુરસ્‍ત હોય છે મજબૂત હોય છે અને એક મહિના પછી એ જ ગાયને જોવામાં આવે તો ઓળખાતી પણ નથી એવી રીતે ભુખનો સામનો કરી માંડ માંડ જીવતી હોય છે

 આ ઘટના અંગે રાજ્‍ય સરકાર નોંધ લે અને રાજકોટ મહાનગરપાલિકાને ઢોર ડબામાં જે ઢોર છે તેને પૂરતી નિરણ આપે. જેથી કરીને ગાયોના મળત્‍યુ આંક ઘટી શકે આ સંખ્‍યા ગાયો ભૂખમરા ને હિસાબે મળત્‍યુ થયેલ  તેની વિજિલન્‍સ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ તેવી વશરામભાઈ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ માંગ કરી છે.

જીવદયા ઘરના સંચાલકોએ ઢોર ડબ્‍બાનો સંચાલનમાંથી હાથ ખંખેર્યા : મુક્‍તિ માંગી

રાજકોટ : જીવ દયા ઘરના સંચાલકો દ્વારા મ્‍યુ. કમિશનરને પત્ર લખી આગામી ૬ ઓક્‍ટોબરથી સંચાલનમાંથી મુક્‍તિ માંગી છે પત્રમાં સંચાલકો દ્વારા તંત્ર દ્વારા પણ યોગ્‍ય કાર્યવાહી ન થઈ હોવાની વાત કરતા જણાવેલ કે સતત ત્રણ દિવસના વરસાદમાં મરેલ પશુઓ ઉપાડવા માટે અન્‍ય કોઈ વ્‍યવસ્‍થા થઈ હોત તો મળત્‍યુ પામેલા પશુઓ ભેગા ન થયા હોત ઉપરાંત બીમાર પશુઓનું મરણ પ્રમાણ વધારે હોવાનું પણ જણાવ્‍યું છે.

તંત્ર વાહકો જીવદયા ઘરના બચાવમાં આવ્‍યા : રણજીત મુંધવાનો આરોપ

રાજકોટ :  રાજકોટ ઢોર ડબ્‍બામાં થયેલ ગાયોના મોત મામલે માલધારી કોંગ્રેસ આગેવાન રણજીત મુંધવા એ આક્ષેપ   કરતા જણાવેલ કે, પહેલા પદાધિકારીઓ જીવ દયા ટ્રસ્‍ટના બચાવમાં આવ્‍યા છે. રોજબરોજ ૧૦ થી ૧૫ ગાયોના મોતની જવાબદાર સ્‍વીકારવા કોઈ તૈયાર નથી. જીવ દયા ટ્રસ્‍ટ અને અધિકારીઓને બચાવી રહ્યા છે. શાસક પોતે ગાયના ડોક્‍ટર હોય એ રીતે વાતો કરી રહ્યા છે મીડિયા સમક્ષ કે ગાયોને પૌષ્ટિક આહાર મળતો હોય છે પરંતુ કોથળી ખાવાના કારણે ગાયોના મોત થયા હોવાનું આક્ષેપ કર્યો હતો. આજે જ ગાયોના મળત્‍યુ અંગે ભાજપના એક પણ આગેવાન નેતા ગાય માટે એક શબ્‍દ બોલ્‍યા નથી

(4:23 PM IST)