News of Monday, 30th September 2024
લતીપુરની સુવિખ્યાત શ્રી ચામુંડા રાસ મંડળીના ર૧ કલાકારો બુધવારે રાજસ્થાનના મેડતા શહેરમાં કલાના કામણ પાથરશે
રપ વર્ષ જુની આ મંડળીની ઢાલ-તલવાર, હુડો, મિશ્રરાસ જેવી કૃતિઓ દેશ-વિદેશમાં વિખ્યાત

રાજકોટઃ લતીપુરની અઢી દાયકા જુની શ્રી ચામુંડા રાસ મંડળના ર૧ કલાકારો તા. ર ઓકટોબરના રાજસ્થાન સ્થિત મેડતા શહેરમાં કલાના કામણ પાથરશે.
લતીપુરની સુપ્રસિધ્ધ શ્રી ચામુંડા રાસ મંડળ લતીપુર જેઓ છેલ્લા રપ વર્ષથી કાર્યરત છે અને આપણી ગ્રામ્ય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખતા જેમને રાજય તેમજ રાજય બહાર અને આંતરાજય અને આંતરરાષ્ટ્રીય ફેસ્ટીવલોમાં જઇ જામનગર તેમજ દેશનું નામ રોશન કરેલ છે. જેમાં જિલલા હરીફાઇમાં સતત નવ વર્ષ બીજા ક્રમમાં આવેલ છે. અને દેશના અનેક રાજયમાં પોતાની ગ્રામ્ય કક્ષાની કૃતિઓ રજુ કરેલી છે.
જેમાં રાજસ્થાન, યુ.પી., મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ, ઉતરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મદ્રાસ તથા એશીયાનું નેત્રુત્વ ઇ યુરોપના બલ્ગેરીયાના ફેસ્ટીવલમાં જઇ ભારતનું નામ રોશન કરેલ છે. જેની કૃતિઓ રાસ, ગરબો, અઠીગો, ઢાલ-તલવાર, હુો, મણીયારો, ટીપ્પણી, મિક્ષરાસ તેમજ બનેટી કરી લોકોનો મન મોહી લે તેવુ કૃતિઓ રજુ કરી પરિવારને નિહાળવા લાયક ધાર્મિક ઉત્સવો તેમજ સામાજીક ઉત્સવો તેમજ ગુજરાતના મેળામાં પોતાની કલાઓ રજુ કરતા હોય છે.
જેના કલાકારો હરેશભાઇ વાઘેલા, મનોજભાઇ વાઘેલા, વિજયભાઇ વાઘેલા, મનદીપભાઇ વાઘેલા, કલ્પેશભાઇ વાઘેલા, પ્રભુનભાઇ પરમાર, મયુરભાઇ વાઘેલા, દિવ્યાબેન વાઘેલા, રીધ્ધીબેન વાઘેલા, ઢોલ-દિપકભાઇ મકવાણા, ગાયક : રાહુલભાઇ વાઘેલા, ઝાંઝ-પ્રજ્ઞેશભાઇ મકવાણા, છત્રી-મુકેશભાઇ વાઘેલા, ધર્મેશભાઇ મકવાણા પોતાની લોકકલા ગરબો અને મિશ્રરાસની રજુઆત કરવા રાજસ્થાનના મેડતા શહેરમાં તા.ર-૧૦ બુધવારે પોતાની કલાના કામણ પાથરવા થઇ રહયા છે.
તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી ચામુંડા રાસ મંડળ-લતીપુરના દિપકભાઇ મકવાણા (મો. ૯૯૯૮૭ ૭૮ર૩૮), દિનેશભાઇ ગોસ્વામી અને શંકરભાઇ વાઘેલા નજરે પડે છે.
(1:59 PM IST)










