તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ડેન્ગ્યુથી વધુ એક યુવાનનું મોત
૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ સાઇટ પર રહી કડીયા કામ કરતાં ઓરિસ્સાના યુવાનનું મોતઃ નવેક દિવસ પહેલા જ પેટીયુ રળવા આવ્યો હતો

રાજકોટ તા. ૩૦: રોગચાળો ભરડો લઇ ગયો છે ત્યારે શહેરમાં વધુ એક યુવાનનું ડેંગ્યુથી મોત થયું છે. જાણવા મળ્યા મુજબ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર રહેતા મુળ ઓરિસ્સાના યુવાનનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. તેને ડેંગ્યુ થઇ ગયાનું જણાવાયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ ઋષી વિલા ખાતે સાઇટ પર કડીયાક ામની મજૂરી કરતો બસંત યતીન પોૈઢ (ઉ.વ.૩૨) ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં મજૂર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામના બસંત બે ભાઇમાં મોટો હતો અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. વધુ માહિતી મુજબ બસંત નવ દસ દિવસ પહેલા જ વતનમાંથી રાજકોટ આવ્યો હતો. તેને ચાર પાંચ દિવસથી તાવ આવતો હતો. ડેંગ્યુ થઇ ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
(2:32 PM IST)










