News of Monday, 30th September 2024
શહેરમાં પ્રદૂષણ ઘટાડવા મનપા મેદાને : વધુ ૨૬ સીએનજી બસ રાજમાર્ગો ઉપર દોડતી કરાઇ
સીએનજીની ૭૮ અને ઇલેકટ્રીકની ૯૯ બસ કાર્યરત : નવા ૪ રૂટ ઉમેરાયા : જુના રૂટ ઉપર વધુ ૧૨ બસ મુકાઇ : મેયરના હસ્તે ફલેગ ઓફ

રાજકોટ તા. ૩૦ : શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ કુલ ૧૫૧ બસ મારફત સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની,ᅠરાજકોટ રાજપથ લી. (લ્ભ્સ્)ᅠદ્વારા કરવામાં આવી રહેલ છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજીત ૫૦ હજારથી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે.
‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ' દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે.ᅠહાલ શહેરમાંᅠસિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ૫૨ સી.એન.જી. ફયુઅલ આધારિત બસ તથા ૯૯ ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે આજે વધુ નવી ૨૬ સી.એન.જી. ફયુઅલ આધારિત બસ શરૂ કરવામાં આવી. આ ૨૬ સી.એન.જી. ફયુઅલ આધારિત બસને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા અન્ય મહાનુભાવોના વરદ્દ હસ્તે ફલેગ આપી, લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી શહેરમાંᅠ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ' નીᅠ૭૮ સી.એન.જી. ફયુઅલ આધારિત બસ શહેરી પરિવહનમાં કાર્યરત રહેશે.
આ નવી ૨૬ સી.એન.જી.ᅠફયુઅલ સંચાલિત બસના લોકાર્પણ (ફલેગ ઓફ) કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા,ᅠધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ,ᅠરમેશભાઈ ટીલાળા,ᅠડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,ᅠસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,ᅠશાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,ᅠશાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા,ᅠશહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા,ᅠકાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા,ᅠકોર્પોરેટર મંજુબેન કુગાશીયા,ᅠદક્ષાબેન વાઘેલા,ᅠસંજયસિંહ રાણા, આર.આર.એલ.ના જનરલ મેનેજર વાય.કે.ગૌસ્વામી,ᅠપી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, મેનેજર મનીષ વોરા,ᅠનાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર,ᅠઅગ્રણી ઘનશ્યામભાઈ કુગશીયા, નટુભાઈ વાઘેલા, આર.આર.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં નવી સી.એન.જી. ફયુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્તરમાં તથા પ્રદુષણનાંᅠ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે. રાજકોટ રાજપથ લી.ને સપ્લાય થનાર નવીᅠCNGᅠબસ ૯ મીટર લેન્થની ૨૮ સીટની કેપેસીટીની સ્ટાન્ડર્ડ નોન-એસી મીડી બસ અંતર્ગત સીસીટીવી કેમેરા, ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (GPS), LED ડિસપ્લે,ᅠડ્રાઇવર માઇક્રોફોન જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે. તદ્દુપરાંત બસને કંટ્રોલરૂમ પરથીᅠGPSᅠમારફતે ટ્રેકીંગ કરીનેᅠજીવંત સંચાર કરી શકાશે.
CNGᅠબસના ઉપપોગથી શહેરમાં વાયુ પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે તેમજ શહેરીજનોને આધુનિક સગવડતા યુક્તᅠCNG બસનો લાભ પ્રાપ્ત થશે. સરકાર દ્વારા ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે અમલી CMUBUS Schemeᅠહેઠળ પ્રતિ કી.મી. પ્રતિ બસ મહત્તમ રૂ. ૧૮ની મર્યાદામાંᅠViability Gap Funding (VGF) મળવાપાત્ર થાય છે.(૨૧.૨૮)
નવા ૪ રૂટ ઉમેરાયા
૧)ᅠ રૂટ નં-૮૨ (ભક્તિનગર સર્કલથી એઈમ્સ હોસ્પિટલ)-૨ બસ
૨)ᅠ રૂટ નં-૮૫ (પ્રદ્યુમન પાર્ક થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી)-૨ બસ
૩) રૂટ નં-૮૮(ગોંડલ ચોકડીથી અર્પિત કોલેજ)-૨ બસ
૪) રૂટ નં-૯૨ (ત્રિકોણબાગ થી બેડી ચોકડી)-૨ બસ
જુના રૂટમાં ૧૨ નવી બસ મુકાઇ
૧) રૂટ નં-૧ (ત્રિકોણ બાગથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી)
૨) રૂટ નં-૧૫ (કોઠારીયા ગામથીᅠITI (ખીરસરા))
૩) રૂટ નં-૧૭ (સૌરાષ્ટ્ર યુનિવર્સીટીથી ત્રંબા ગામ)
૪) રૂટ નં-૧૮ (આજી ડેમ થી જી.આઈ.ડી.સી. ગેટ-૩)
૫) રૂટ નં-૨૪ (ત્રિકોણબાગ થી જી.આઈ.ડી.સી. ગેટ)
૬) રૂટ નં-૪૭ (કોઠારીયા ગામ થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી)
(2:32 PM IST)










