News of Monday, 30th September 2024
કાલથી સસ્તા અનાજના દુકાનદારોની રાજ્ય વ્યાપી હડતાલ : સપ્ટેમ્બરની ખાંડ માત્ર ૪૦ ટકાને મળતા દેકારો
ઓકટોબરની ખાંડ - તુવેરદાળ - ચણા અંગે કોઇ પત્તો નથી : દિવાળીના તહેવારો સમયે જ જબરો વિવાદ : ઓકટોબર પરમીટ કોઇ દુકાનદારે ઉપાડી નથી : ૨૦ હજાર કમિશન મુદ્દે જબરો અસંતોષ

રાજકોટ તા. ૩૦ : રાજકોટ શહેર - જિલ્લાના ૬૫૦થી વધુ સહિત રાજ્યભરના ૧૭ હજાર જેટલા સસ્તા અનાજના દુકાનદારો કાલથી હડતાલ ઉપર છે, કાલથી કોઇ દુકાનો નહિ ખોલે તેવી જાહેરાત કરાઇ છે.
સસ્તા અનાજના દુકાનદાર એસો. અગ્રણીઓએ ઉમેર્યુ હતું કે, એક પણ દુકાનદારે ઓકટોબરની પરમીટ ઉપાડી નથી, ઉપાડવાના પણ નથી તેમજ દુકાનદારોને ૨૦ હજાર કમિશન અને ૯૭ ટકા ઓનલાઇન વિતરણ ફરજીયાત સામે ઉગ્ર અસંતોષ છે, આવા નિયમો - શરતો કોઇ કાળે ચાલી શકે નહિ.
તેમણે જણાવેલ કે, સપ્ટેમ્બર મહિનો આજે પૂરો થશે, આ ચાલુ મહિનાની અત્યોંદય - બીપીએલ - એનએફએસએ કાર્ડ ધારકોમાંથી માત્ર ૩૫થી ૪૦ ટકા ખાંડ મળી છે, કાર્ડ હોલ્ડરોમાં ભારે દેકારો છે, ૬૫ થી ૭૦ ટકા ગરીબ કાર્ડ હોલ્ડરો ખાંડ વિનાના રહ્યા છે, તેમજ ઓકટોબર મહિનાની ખાંડ, ચણા, તુવેરદાળ અંગે હાલ કોઇ પતો નથી, આમા અમારે દિવાળીના તહેવારો ઉપર જ કાર્ડ હોલ્ડરોને જવાબો શું દેવા, રોજરોજ ઘર્ષણ થાય છે, પુરવઠા તંત્ર બધુ સરખુ નહિ કરે ત્યાં સુધી હવે વિતરણ નહિ થાય, કે પરમીટ પણ નહિ ઉપાડાય તેમજ આગામી ૨ થી ૩ દિવસમાં કલેકટર - ડીએસઓને દેખાવો સાથે આવેદનપત્ર પણ અપાશે.(
(2:32 PM IST)










