તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ગોંડલ રોડ સ્વાતિ પાર્કમાં હેતલબેન વાલંભીયાનું બેભાન થયા બાદ મોત
મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ માસુમ દિકરો-દિકરી મા વિહોણા થતાં અરેરાટી

રાજકોટ તા. ૩૦: શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક સ્વાતિ પાર્કમાં રહેતાં હેતલબેન રીતેશભાઇ વાલંભીયા (ઉ.વ.૪૦) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર હેતલબેનના પતિ કારખાનામાં નોકરી કરે છે. સંતાનમાં આઠ વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર છે. જે મા વિહોણા થઇ ગયા છે. હેતલબેનને કેન્સરની બિમારી હતી તેના કારણે બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયાનું સ્વજને જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી
(2:53 PM IST)










