<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

મયુરનગરના ભાવેશ મેરનું બેભાન હાલતમાં મોત

રાજકોટથી અમદાવાદ સારવારમાં લઇ જતી વખતે ચોટીલા પાસે તબિયત બગડતાં ફરી સિવિલમાં ખસેડાયો પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૩૦: શહરેના ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ મયુરનગર મેઇન રોડ પર રહેતાં ભાવેશભાઇ કાનજીભાઇ મેર (ઉ.વ.૨૭) નામના યુવાનને સવારે છાતીમાં દુઃખાવો શરૂ થઇ જતાં તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જતી વખતે ચોટીલા પાસે તબિયત વધુ બગડતાં ફરી સિવિલમાં બેભાન હાલતમાં લાવતાં તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર ભાવેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો હતો. તે બફનું અને બંગડીના કારખાનામાં મજૂરી કરતો હતો. પરિવારજનોના કહેવા મુજબ ભાવેશભાઇને ફેફસામાં ખુબ તકલીફ થઇ ગઇ હતી તેના કારણે સવારે તબિયત બગડી હતી. પણ સારવાર કારગત નિવડી નહોતી. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેનદ્રભાઇ હુદડે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(4:43 PM IST)