News of Monday, 30th September 2024
અર્વાચીન રાસ ને ટક્કર આપતી એક માત્ર જલારામ ચોકમાં થતી ગરબી નવદુર્ગા ગરબીઃ નવરાત્રી દરમિયાન માનતા લેવા અને ઉતારવા લાઈનો લાગે છે
ગરબીની ૭૦ બાળાઓ દ્વારા માતાજીની આરાધના, હિંડોળા રાસ ભારે વિખ્યાતઃ ૨૪ વર્ષથી થતુ આયોજન

રાજકોટઃ નવરાત્રી એટલે માં આદ્ય શક્તિ માં અંબે ના આરાધ્યનું પર્વ, માં ની આરાધના ગરબા લોકો હર વર્ષ ઉત્સાહ ભેર નવરાત્રી ના નવ દિવસની રાહ જોતા હોઈ છે ત્યારે રાજકોટ ની એવી પ્રાચીન ગરબી જયાં રોજ ૨૦ હાજર થી પણ વધારે લોકો માતાજીની આરાધના કરવા અને માતાજી નો રાસ જોવા આવે છે,નવરાત્રી પર્વ આવી રહ્યો છે ભક્તો નવરાત્રીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે અકિલાની ટિમ નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ પ્રેક્ટિસ કરે છે ત્યાં પહોંચી હતી, પ્રેકટીશ દરમિયાન તમામ બાળાઓને બુસ્ટર માટે સવારે ગોળનું પાણી પીવાનું કહેવામાં આવે છે છેલ્લા એક મહિનાથી બાળાઓ પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસ દરમિયાન તમામ બાળાઓની ફરમાઈશ પર આયોજકો ત્યાંજ નાસ્તો બનાવી બાળાઓને જમાડે છે, ગરબીની વાત કરવામાં આવે તો નવરાત્રી દરમિયાન ત્રીજા, છઠ્ઠા, અને નવમાં નોરતે રાજકોટ જ નહિપુરા ગુજરાત માં ફેમસ હિંડોળા રાસ કરવામાં આવે છે, આ ગરબી મંડળ માં ૭૦ બાળાઓ છે છેલ્લા ૨૪ વર્ષથી આયોજકો આ ગરબી નું સફળ આયોજન કરે છે, ૨૦ હજાર જયાં ભેગા થતા હોઈ ત્યારે ગરબી દરમિયાન એક પણ અઘટિત ઘટના કે કોઈનું ખૂસ્સુ કપાયું હોઈ તેવી ઘટના આજદિન સુધી નથી બની,છેલ્લા સાત વર્ષથી કોઈ પણ લોકો કે વેપારીઓ પાસે થી એક પણ રૂપિયાનો ફાળો લેવામાં નથી આવતો, આ ગરબીમાં ભક્તો ને આ વર્ષે, હિંડોળા રાસ, મહીસાગર રાસ, ઢાલ તલવાર, કૃષ્ણ સુદામા ચરિત્ર, અમે મૈયારા, રાજેસ્થાની ઘુમ્મર સહીત અનેક રાસ જવા મળશે, મહત્વની વાત કરીયે તો આ ગરબી મંડળમાં કમિટી માં મુસ્લિમ સલીમભાઇ સિપાઈ પણ છે જે તાજીયા કમિટીના પ્રમુખ પણ છે અને ગરબી દરમિયાન તે માતાજીની આરાધના પણ કરે છે, સાથે સાથે આજની જનરેશન જયારે અર્વાચીન રાસોત્સવ તરફ વળી છે ત્યારે નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ રાજુભાઈ સરવૈયા કહે છે કે દાંડિયામાં કોઈ માતાજી તરીકે કોઈને જોવે જ નહિ પણ જયારે જો કોઈ ગરબીમાં આવે તો કોઈ પણ વ્યક્તિ બાળાઓને માતાજી તરીકે જ જોવે છે, આ પ્રાચીન અને અર્વાચીન વચ્ચે નો તફાવત છે, પ્રેકટીશ દરમિયાન અને નવરાત્રી દરમિયાન બાળાઓની હેલ્થની સુરક્ષા માટે ડોક્ટરની ટિમ ખડે પગે રહે છે, આ વખતે ફરી એક વાર જલારામ ચોકમાં થતી નવદુર્ગા ગરબી મંડળમાં રાજેકોટના અષાઢી ગાયક ઉમેશભાઈ ગઢવી પોતાના સુર રેલાવશે સાથે કોમલબેન જોશી, બલરાજભાઈ ગઢવીનો સ્વર સાંભળી લોકો અભિભૂત થશે, બેન્જોમાં ચંદુભાઈ, મંજીરા અશોકભાઈ(મોરલો), કાંતિભાઈ ગઢવી, સાઉન્ડ ઓપરેટર વિશાલભાઈ સરવૈયા, કોરિયોગ્રાફર ભઈલાભાઈ રાજયગુરુ, હેમાંગીબેન મકવાણા, હેલીબેન સરવૈયા, હિમાબેન પરમાર ગરબી મંડળમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. (રિપોર્ટઃ નિલેશ શીશાંગીયા)
(3:09 PM IST)










