<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

બુધવારે રેસકોર્ષના મેદાનમાં વેલકમ નવરાત્રીનું આયોજન

ગોૈશાળાના લાભાર્થે તેમજ ઝુપડપટ્ટીના બાળકો ગરબે ઘુમશેઃ ડીજે અક્કી, સિંગર હેમંત જોશી અને દર્પણા પંડીત ધુમ મચાવશેઃ એસપી કલબ અને રાજકોટ અપડેટસ ન્‍યુઝ દ્વારા આયોજીત

રાજકોટઃ ખેલૈયાઓ તો થઈજાવ તૈયાર રાજકોટના આંગણે સતત ૯ મી વખત એસપી ક્‍લબ અને રાજકોટ અપડેટ ન્‍યુઝ જોરદાર ડીજે અને અધતન સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ સાથે થનગનાટ મચાવે તેવું વેલકમ નવરાત્રી લઈને ધૂમ મચાવવા આવી ગયું છે, જેમાં તમને ગરબે રમવા માટે એક અનોખો જ આંનદ મળશે પારિવારિક વાતાવરણમાં તમે ગરબે ઝૂમી શકશો તેવું જાજરમાન આયોજન કરાયું છે, સાથે જ અહી બાઉન્‍સર સિકયોરીટી પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે, અને ખેલૈયાઓની તબિયતને પણ વધુ નિકટતાથી ધ્‍યાને રાખતા મેડીકલ સ્‍ટાફ વિથ એમ્‍બ્‍યુલન્‍સ પણ ખડે પગે રહેશે.

રેસકોર્ષના સુરભિના મેદાનમાં ૨ જી ઓક્‍ટોબર બુધવારે એસપી ક્‍લબ અને રાજકોટ અપડેટ્‍સ ન્‍યુઝની ટીમ આયોજીત દાંડિયામાં આવેલ તમામ રકમનો ઉપયોગ ગૌશાળાના લાભાર્થ સેવાના કાર્યમાં ઉપયોગ કરવામાં આવશે. એક મહત્‍વની બાબત અને સનાતન ધર્મની કહી શકાય, આ કાર્યક્રમમાં ઝૂંપડપટ્ટીના બાળકો ટ્રેડિશનલમાં ગરબે ઝૂમશે અને લક્કી ફાઉન્‍ડેશનના સહયોગથી તમામને ગિફ્‌ટ પણ આપવામાં આવશે.

વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓને મોજ કરાવવા આઇપીએલમાં પ્‍લે કરનાર  ડીજે અક્કી, સિંગર હેમંત જોશી, હિના હિરાણી અને એન્‍કર દર્પના પંડિત ધૂમ મચાવશે. લાખેણા ઇનામો અપાશે.

આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ રાજકોટ અપડેટ્‍સ ન્‍યૂઝ, સીટી ન્‍યૂઝ, અબતક ચેનલ, ગુજરાત ન્‍યૂઝ, તેમજ અવર રાજકોટમાં લાઈવ પ્રસારણ જોઈ શકાશે. આ કાર્યક્રમના આયોજનના ચીફ ઓર્ગેનાઇઝર પ્રકાશભાઈ રાવરાણી, સંદીપભાઈ લખતરીયા, રણજીતસિંહ રાઠોડ, ઓર્ગેનાઇઝર જયેશભાઈ રાવરાણી, કેતનભાઈ લખતરીયા, પંકજભાઈ સખીયા, વિપુલ રાઠોડ, વિક્રમ વાંક, હેમેન્‍દ્રસિંહ જાડેજા, સુરુભા જાડેજા, જય બોરીયા, કેવલ રાઠોડ સહિતના જોડાયેલા છે.

આ કાર્યક્રમમાં  હિરેનભાઈ ભટ્ટ (તંત્રી શ્રી દિવ્‍ય ભાસ્‍કર), શ્રી વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્‍યમંત્રી), પીન્‍ટુભાઈ ખાટડી, શ્રીમતી ભાનુબેન બાબરિયા, (કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્‍ય), નયનાબેન પેઢડીયા (મેયર), પ્રભવ જોશી (કલેકટર રાજકોટ),  બ્રિજેશ ઝા (પોલીસ કમીશ્નર-રાજકોટ) સહિતનાઓ ઉપસ્‍થિત રહેશે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:17 PM IST)