તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
જૈનમ - કામદાર નવરાત્રીઃ કમીટી મેમ્બરોની મિટીંગમાં આખરી ઓપ અપાયો

રાજકોટઃ જૈનમ - કામદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ની તમામ તૈયારીઓ તેના આખરી ચરણ પર છે. સતત સાતમાં વર્ષે એ જ સ્થળ પર યોજાવા જઇ રહેલ આ રાસોત્સવમાં આયોજકનું માઇક્રોપ્લાનીંગ, કાર્યકર્તાઓના ટીમવર્ક દ્વારા ઉડીને આંખે વળગે તેવી વ્યવસ્થા સાથેઆ રાસોત્સવ યોજવા જઇ રહ્યો છે. જૈનમના કમિટી મેમ્બરોમાં પણ અનેરો ઉત્સાહ છવાયેલો છે. કાલાવડ રોડ ખાતે જૈનમ પરીવારના દિલિપભાઇ મહેતાના સહયોગથી કમિટિી મેમ્બરની એક મીટીંગ મળી હોવાનું જૈનમ યુનાઇટીંગ કોમ્યુનીટીની યાદીમાં જણાવાયુ છે. આયોજનની માહિતી સાથે વિગતવાર છણાવટ કરવામાં આવી હતી. ધિરેનભાઇ ભરવાડાએ નવકાર મંત્ર દ્વારામિટીંગની શરૂઆત કરાવી હતી. મનીષભાઇ મહેતાએ ઉપસ્થિત તમામ મેમ્બરોને આવકાર આપ્યો હતો. નિલેશભાઇ દેસાઇ અને વૈભવભાઇ સંઘવીએ જુજ દિવસોમાં તમામ મેમ્બરો પોતાની શિરે આવેલી જવાબદારીને સફળતા પૂર્વક પૂર્ણ કરેતેવી હાકલ કરી હતીે સંસ્થાના જીતુભાઇ કોઠારીએ ઉપસ્થિત કમીટી મેમ્બરોને નવરાત્રી મહોત્સવની તમામ તૈયારી અંગે માહિતગાર કર્યા હતા. ઉદયભાઇ ગાંધીએ આભાર વિધી કરી મીટીંગનું સંચાલન વિભાશભાઇ શેઠે કરેલ. આ મિટિંગમાં ઉપસ્થિત પરિવારને ઉપયોગી થવા અંગે ખાતરી આપી હતી.
(3:40 PM IST)










