<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

સાંસદો - ધારાસભ્‍યો - અધિકારીઓ કર્મચારીઓ માટે પેન્‍શન નાબુદ જરૂરી

જસદણના પૂર્વ ધારાસભ્‍ય ભીખાભાઇ બાંભણીયાની માંગણી

રાજકોટ તા. ૩૦: જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, ઘણાં સમયથી જૂની પેન્‍શન યોજના ચાલુ કરાવવા માટે કર્મચારીએ તરફથી આંદોલન કે હડતાલનો આશરો લે.વામાં આવે છે કે અમુક સમય સુધીમાં ચાલુ કરવા માટે ધમકીઓ આપવામાં આવે છે. કોઇપણ વ્‍યકિત હોદદા કે ફરજ પરથી નિવૃત થયા પછી લોકસભા, ધારાસભા, રાજયસભાના સભ્‍યોને તે મજ દરેક વિભાગના કર્મચારીક ે અધિકારીઓને અપાતા પેન્‍શન શબ્‍દને જ નાબૂદ કરવાની ખાસ જરૂર છે. સમાજમાં હોદેદારો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જ સવલતો આપવામાં આવે છે એક તરફી વલણ વ્‍યાજબી નથી. સમાજમાં અન્‍ય લોકોને જીવન વ્‍યવસ્‍થિત જીવી શકે તે માટેના અધિકારો મળવા જોઇએ.

મજૂરો, નાના ધંધાર્થી કે વેપારીઓ, કારીગરો, બેકારો તેમજ રોજેરોજનું કમાઇને ખાનારા કે ગુજરાન કરનારા લોકોની સંખ્‍યા બહુ જ મોટી છે. તેઓના ઘરખર્ચ શિક્ષણ માંદગીની સાવાર વિગેરેનો ખર્ચ માટેની આવકની મર્યાદા નકકી નથી. ઝુંપડામાં કે સામાન્‍ય મકાનમાં રહીને જીવન ગુજારે છે. તેવા લોકો પ્રત્‍યે પણ સરકારે લક્ષ આપવાની જરૂર છે.

ત્રણેય ગૃહના સભ્‍યોને આપવામાં આવતા પગાર બંધ કરવા જોઇએ. સભાગૃહના કામકાજ માટે જવાનું થાય ત્‍યારે જ નિયમ મુજબ ભાડા-ભથ્‍થા વિગેરે આપવા જોઇએ. મોટા ભાગના શ્રમિંત લોકો છે. તેઓ સરકારી નોકરીયાત નથી.

ત્‍યારે સરકારે ખાતમુહુર્ત લોકાર્પણ, બિનજરૂરી ઉત્‍સવો કે કાર્યક્રમો પાછળ થતાં ખર્ચાઓ બંધ કરવા જોઇએ. કૌભાંડો કે ભ્રષ્‍ટાચારની માત્રામાં વધારો થતો જાય છે તે બાબતે મનોમંથન કરવાની જરૂર છે.

(3:44 PM IST)