તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
કાલે કલેકટરના અધ્યક્ષપદે R.O. મીટીંગ
બપોર બાદ લેન્ડગ્રેબીંગ કમિટી બેઠક : તમામ અધિકારીને હાજર રહેવા આદેશો

રાજકોટ તા. ૩૦ : આવતીકાલે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ પદે રેવન્યુ ઓફિસરોની મીટીંગ યોજાશે, મહેસૂલના ૨૨ મુદ્દાઓ અંગે સમીક્ષા થશે, ખાસ કરીને સરકારી જમીનો પરના દબાણો તથા ધાર્મિક દબાણો અંગે કલેકટર દ્વારા મહત્વની સૂચનાઓ અપાશે, એકલા રાજકોટ તાલુકામાં જ ૧૮૩ જેટલા ધાર્મિક દબાણો છે, એમાં બે તો વિખ્યાત મંદિરોના દબાણો વર્ષોથી છે.
આ ઉપરાંત કાલે બપોર બાદ લેન્ડગ્રેબીંગ કમિટિની મીટીંગ છે, જેમાં ૬૫ જેટલા કેસો છે, તે અંગે નિર્ણય લેવાશે, ૪ થી ૫ કેસોમાં ફોજદારીની શક્યતા અધિકારી વર્તુળો દાખવી રહ્યા છે.
આર.ઓ. મીટીંગમાં તમામ મામલતદારો, તમામ બ્રાંચના વડાઓ, પ્રાંત અને ડે.કલેકટરોને ફરજીયાત હાજર રહેવા આદેશો કરાયા છે.
(3:47 PM IST)










