<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

જિલ્લા પંચાયતમાં ગુરૂવારે આરોગ્‍ય સમિતિની બેઠક ૧૦ મીએ કારોબારીઃ ૧પ મીએ સામાન્‍ય સભા મળશે

રાજકોટ , તા., ૩૦: જિલ્લા પંચાયતમાં વહીવટી તંત્ર વૈકલ્‍પીક જગ્‍યા નવી કોર્ટ બિલ્‍ડીંગમાં કાર્યરત થઇ ગયું છે. પદાધિકારીઓ સ્‍થળાંતર કરવાની તૈયારીમાં છે. જુની પંચાયત કચેરી તોડી પાડતા પુર્વે ઓકટોબર પ્રારંભે તમામ સમીતીઓની બેઠક પુરી કરી દેવાનું આયોજન છે. મહિનાના પહેલા અઠવાડીયામાં અન્‍ય સમીતીઓ મળ્‍યા બાદ તા.૧૦ મીએ કારોબારી સમીતીની બેઠક અને તા.૧પ મીએ સામાન્‍ય સભા મળશે.

સામાન્‍ય રીતે સમીતીઓની બેઠક મળે પછી કારોબારી સમીતી મળતી હોય છે. તે ક્રમ મુજબ ૧૦મીએ કારોબારી અને તા.૧પ મીએ સવારે ૧૧ વાગ્‍યે સામાન્‍ય સભા મળશે. છેલ્લે જુલાઇમાં સામાન્‍ય સભા મળી હતી. દિવાળી પુર્વેની અને નવી કચેરીના નિર્માણ પ્રારંભની આ અંતિમ સામાન્‍ય સભા હશે. સામાન્‍ય સભામાં સભ્‍યોને પ્રશ્નો પુછવાની તક રહેશે. જો કે મોટાભાગના સભ્‍યો લેખીત પ્રશ્નો પુછવાથી દુર રહે છે. જીલ્લા પંચાયતમાં શાસક ભાજપના ૩૦ અને વિપક્ષ કોંગીના માત્ર ૬ સભ્‍યો છે.

સામાન્‍ય સભા જુની કચેરીમાં યોજવી કે કોર્ટ બિલ્‍ડીંગમાં યોજવી ? તે અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્‍ચે ચર્ચા ચાલી રહી છે. એક બે દિ'માં એજન્‍ડા પ્રસિધ્‍ધ થઇ જવાના નિર્દેષ છે.

(3:47 PM IST)