તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 30th September 2024
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ પ્રચંડ પ્રતિસાદઃ કાલથી પાસ બુકીંગ બંધ
રાસ-ગરબાની રમઝટ બોલાવવા રઘુવંશી ખેલૈયાઓ અધીરા : તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર ર૦ર૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ખેલૈયાઓ મન મૂકીને થીરકશેઃ સલામતી સાથેનું સંપૂર્ણ પારિવારીક વાતાવરણ : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામોઃ મેગા ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮૦ ગ્રામ ગોલ્ડ, એકટીવા, બાઇક, લેપટોપ, હોમથીયેટર, ટી.વી., મોબાઇલ, ટેબલેટ સહિતના અધ...ધ..ધ.. ઇનામો : સુપ્રસિધ્ધ એસ. ડી. ગઢવી ઓર્કેસ્ટ્રાના સંગાથે જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર સહિતના ગાયક કલાકારો તથા સાત સભ્યોની કોરસ સીંગર્સ ટીમ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવી દેશેઃ એન્કર તરીકે શીવરામસિંહ ચુડાસમા જમાવટ કરશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ- ટીમ દ્વારા અદ્ભૂત આયોજન

રાજકોટ તા.૧૦: સમગ્ર ગુજરાતનું યુવાધન નવરાત્રી મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઇ રહયું છે ત્યારે વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા તા.૩ ઓકટોબરથી ૧૨ ઓકટોબર, ૨૦૨૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'નું ભવ્ય- જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને રઘુવંશી ખેલૈયાઓનો પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે અને રાસ- ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ રીતસર અધીરા બન્યા છે. ખેલૈયાઓના પ્રચંડ પ્રતિસાદ અને વ્યવસ્થાના ભાગરૂપે ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪' માટેનું પાસ બુકીંગ આવતીકાલ બપોરે એક વાગ્યાથી બંધ કરવામાં આવશે. તેવું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.
પાસ બુકીંગ હાલમાં રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટની ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવાડ રોડ, રાજકોટ તથા કેશરીયા લોહાણા મહાજન વાડી, સંકીર્તન મંદિર પાસે, વોકહાર્ટ હોસ્પિટલ સામેની શેરીમાં કાલાવાડ રોડ, રાજકોટ ખાતે ચાલી રહયું છે. મો.નં.૯૫૩૭૭ ૧૧૭૭૪ તથા ૮૧૮૧૮ ૨૫૨૫૮ ઉપર પણ પાસ બુકીંગ કરાવી શકાય છે. ‘અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪' સંદર્ભે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. સમગ્ર રાસોત્સવને વિશ્વના લાખો લોકો ગત વર્ષની માફક આ વર્ષે પણ ઘર બેઠા ‘અકિલા'ના માધ્યમથી
લાઇવ નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને અકિલા વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હુંફ મળી રહેલ છે.
પુરતી સલામતી સાથે સંપૂર્ણ પારીવારીક વાતાવરણમાં યોજાનાર ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪ માં ખેલૈયાઓ મન મૂકીને થીરકશે. સુપ્રસિધ્ધ એસ. ડી. ગઢવી ઓર્કેસ્ટ્રાના સંગાથે જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર સહિતના ગાયક કલાકારો અને સાત સભ્યોની કોરસ સીંગર્સ ટીમ નવરાત્રી મહોત્સ્વને ચાર ચાંદ લગાવી દેશે. યુવાધનમાં લોકપ્રિય એન્કર શીવરામસિંહ ચુડાસમા જમાવટ કરી દેશે.
પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો આપવામાં આવશે. મેગા ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮૦ ગ્રામ સોનુ, એકટીવા, બાઇક, લેપટોપ, હોમ થીયેટર, ટી.વી., મોબાઇલ, ટેબલેટ સહિતના અધ...ધ...ધ... ઇનામોથી નવા જવામાં આવશે. રાસોત્સવના અદ્્ભૂત આયોજનમાં જાણકાર, અનુભવી અને તટસ્થ નિર્ણાયકોની ટીમ સતત કાર્યરત રહેશે.
હજ્જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે. (પ-૨૯)
પાસ બુકીંગ માટેનું
સ્થળ તથા ફોન નંબર
રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફિસ,
મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર,
ભવાની ગોલા સામે,
કાલાવડ રોડ, રાજકોટ.
મો.નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪,
૮૧૮૧૮ ૨૫૨૫૮
(3:48 PM IST)










