<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

આવતીકાલે ‘‘અટલ સરોવર'' ખાતે ભાજપ લીગલ સેલ દ્વારા એક દિવસીય વેલકમ નવરાત્રી મહોત્‍સવની ઉજવણી

એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સીસ્‍ટમ ઉપર વકીલ પરિવારો દાંડીયારાસ લેશે

રાજકોટ તા. ૩૦:  નવરાત્રીને વધાવવા રાજકોટ ભાજપ લીગલ સેલ દવારા એક દિવસીય વેલકમ નવરાત્રી ૨૦૨૪ રાસોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. આ આયોજનમાં કિલશ્રીઓ તથા તેમનો પરીવાર તેમજ ભાજપ પરીવાર એક પારીવારીક માહોલ માં રાસોત્‍સવ રમે તે માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપતા ભાજપ લીગલ સેલના આગેવાનો આપી રહ્યા છે.

રાજકોટની આગવી ઓળખ અને શાન સમા અટલ સરોવરના વિશાળ પટાંગણમાં એક લાખ વોટની અધ્‍યતન સાઉન્‍ડ સીસ્‍ટમ, તમામ લોકોને રમવા માટે મજબુર કરે તેવી સાજીંદાઓની ટીમ, ગાયક કલાકારો સંદીપ પ્રજાપતી અને આરતી ભટટના કંઠે ગવાતા અવનવા ગીતોના સંગાથે થનાર આ વન ડે રાસોત્‍વ માટે રક્ષીતભાઈ કલોલાનો વિશેપ આર્થીક સહયોગ અને સંપૂર્ણ વ્‍યવસ્‍થામાં સહકાર પ્રાપ્ત થયેલ છે સમગ્ર રાજકોટ ભાજપ પરીવારજનો તથા રાજકોટ ના વકિલ પરીવારજનો આ રાસોત્‍સવમાં જોડાવાના છે. આગામી તા. ૧ ઓકટોબરના રોજ આયોજીત આ રાસોત્‍સવમાં રાજકોટ ભાજપ ના તમામ શ્રેણીના કાર્યકતાઓ અને રાજકોટના અલગ અલગ ક્ષેત્રે પ્રેકટીસ કરતા વકિલશ્રીઓના પરીવારજનો હોંશભેર જોડાશે. અવનવા ભાતીગળ વષાો, ગામઠી વેશભુષા, રંગબેરંગી પાધડીઓ થી સજજ ખૈલેયાઓ રાસે ધુમશે.

વેલકમ નવરાત્રી ૨૦૨૪ ને મળી રહેલ બહોળા પ્રતીસાદ ને ધ્‍યાને લઈ ભાજપ લીગલ સેલ દવારા અટલ સરોવરમાં નવરાત્રી નુ આયોજન કરનાર રોયલ રજવાડી રંગીલા રાજકોટ ગ્રુપ ને સાથે લઈ ભાજપ લીગલ સેલ ના નવરાત્રી રમવા માંગતા વકિલ, ભાઈઓ બહેનો કોઈપણ પ્રકારના ખર્ચ વગર રાજકોટના હાર્દ સમા અટલ સરોવર જેવા સ્‍થળ ઉપર નવરાત્રી રમી શકે તે માટે ભાજપ લીગલ સેલ ના સભ્‍યો હોય તેવા દરેક વકિલમીત્રો ને નવ દીવસ ના પાસ નિશુલ્‍ક આપવાનું નકકી કરવામાં આવેલ છે. જે માટે સભ્‍યશ્રીઓ એ પોતાનું વકિલ હોવા અંગેનું આઈ કાર્ડ તથા ૨ ફોટોગ્રાફસ તા. ૧/૧૦/૨૪ ના વેલકમ નવરાત્રીના કાર્યક્રમ સમયે ઉપરોકત દસ્‍તાવેજો આવ્‍યેથી નવ દિવસ ના પાસ નીશલ્‍ક કાઢી આપવામાં આવશે તેવી વ્‍યવસ્‍થા ભાજપ લીગલ સેલ દ્વારા કરવામાં આવેલ છે.

સદરહુ કાર્યક્રમ એક પારીવારીક માહોલ માં યોજવામાં આવશે તેમજ ગ્રાઉન્‍ડ ઉપર એક લાખ વોટની સાઉન્‍ડ સીસ્‍ટમ ધ્‍યાન આકપીત બની રહેશે તેમજ દરેક ખૈલેયાઓ ની સલામતી ને ધ્‍યાનમાં રાખીને સિકયરીટી ની વ્‍યવસ્‍થા તેમજ ડોક્‍ટરશ્રી તેમજ પોલીસ ની સી ટીમ દવારા મહીલા સભ્‍યોની સલામતી અંગેના પુરતા પ્રયાસો લીગલ સેલ ના સભ્‍યો દ્વારા કરવામાં આવેલ છે તેમજ ગ્રાઉન્‍ડ ઉપર ખ્‍યાતનામ સાજીંદાઓ દ્વારા ગરબે ધુમવા માટે મજબુર કરશે તેમજ ભાજપ ના ધારાસભ્‍યો, સંસદ સભ્‍યો, શહેર ભાજપના હોદેદારો, સેલ મોરચાના હોદેદારો, મહિલા મોરચાના હોદેદારો તેમજ વોર્ડ પ્રમુખ તથા મહામંત્રીઓ સહીતના ભાજપ ના આગેવાનો આ કાર્યક્રમ માં હાજર રહી ખૈલેયાઓને પ્રોત્‍સાહન પુરૂ પાડશે.

સદરહુ કાર્યક્રમ માં રાસ ગરબે રમવા માંગતા ભાજપ લીગલ સેલના ભાઈઓ, બહેનો એ રમવાના પાસ ભાજપ લીગલ સેલના હોદેદારો પાસેથી કોર્ટ અથવા ઓફીસે થી વહેલી તકે મેળવી લેવા તેમજ જે લોકો પાસ મેળવી શકેલ ન હોય તે લોકોને સ્‍થળ ઉપર પાસની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હોય ત્‍યાંથી પાસ મેળવી પ્રવેશ મેળવી શકશે તેવુ ભાજપ લીગલ સેલ ના સંયોજક પીયુષભાઈ શાહ તથા સહ સંયોજક કમલેશભાઈ ડોડીયા તેમજ કોર કમીટીના સભ્‍યો જયસુખભાઈ બારોટ, શૈલેષભાઈ વ્‍યાસ, રાકેશભાઈ ગોસ્‍વામી, વીરેનભાઈ વ્‍યાસ, વીમલભાઈ ડાંગર, ધર્મેશભાઈ સખીયા, નેહાબેન જોષી દવારા અનુરોધ કરવામાં આવેલ છે.

(3:51 PM IST)